શોધખોળ કરો

Bus Accident: રાજસ્થાનમાં ભયંકર બસ અકસ્માત, 12 લોકોના મોત

રાજસ્થાનના સીકરમાં ભયંકર બસ અકસ્માત થયો છે. સાલાસર તરફથી આવતી બસ પૂલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા.

રાજસ્થાનના સીકરમાં ભયંકર બસ અકસ્માત થયો છે. સાલાસર તરફથી આવતી બસ પૂલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા. આ અકસ્માત લક્ષ્મણગઢ પાસે થયો હતો. આ ભયંકર બસ અકસ્માતમાં ત્રણ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા મુસાફરોની હાલત નાજુક છે. ઘાયલોને લક્ષ્મણગઢ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. લક્ષ્મણગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના લક્ષ્મણગઢમાં બપોરે 2:00 વાગ્યે બની હતી, જ્યારે સાલાસરથી આવતી એક ખાનગી બસે કાબૂ ગુમાવ્યો હતો અને પૂલ સાથે અથડાઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ભુવન ભૂષણ યાદવે જણાવ્યું કે અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા છે, જેમને લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યું, "સીકરના લક્ષ્મણગઢ વિસ્તારમાં બસ દુર્ઘટનામાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી ઊંડી સંવેદના મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે છે." મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનું કોઈ નક્કર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે, પોલીસ તેના કારણોની તપાસ કરી રહી છે. પૂલની નજીક હાજર પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે બસ અચાનક ચાલવા લાગી અને થોડી જ વારમાં બસ પુલની દિવાલ સાથે અથડાઈ. જેના કારણે બસનો આગળનો ક્ષતિગ્રસ્ત  થયો હતો. આ અકસ્માત બાદ બસમાં બેઠેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તુરંત જ પોલીસને આ મામલાની જાણ કરી હતી અને ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. 

આ ભયંકર બસ અકસ્માતમાં કુલ 12 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકોની હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.  

કેરળમાં એક મંદિરના કાર્યક્રમમાં આતશબાજી દરમિયાન 150 લોકો ઇજાગ્રસ્ત, આઠ લોકો ગંભીર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget