શોધખોળ કરો

આધાર કાર્ડથી બેંક ખાતું ખાલી થઈ શકે? જાણી લો UIDAI નો આ મોટો ખુલાસો

તમારો આધાર નંબર બેંક ખાતા સાથે જોડાયેલો હોવા છતાં, UIDAI ને તમારી નાણાકીય લેવડદેવડ કે બેલેન્સની કોઈ જ માહિતી મળતી નથી. અફવાઓથી દૂર રહો, તમારી આવક અને બચત સંપૂર્ણપણે સુરક્ષિત છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આધાર ઓળખનો પુરાવો છે, નાણાકીય દેખરેખ માટે નથી.
  • UIDAI પાસે ફક્ત મર્યાદિત બાયોમેટ્રિક અને વસ્તીવિષયક ડેટા છે.
  • બેંક લિંકિંગથી UIDAI બેલેન્સ જાણતું નથી, ખાતું સુરક્ષિત.
  • માત્ર આધાર નંબરથી બેંક ખાતું ખાલી કરવું અશક્ય છે.

UIDAI bank balance check: આજના ડિજિટલ સમયમાં આધાર કાર્ડ આપણી ઓળખનો સૌથી મોટો અને જરૂરી દસ્તાવેજ બની ગયું છે. નવું બેંક ખાતું ખોલાવવું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય કે પછી નવું સિમ કાર્ડ લેવું હોય, દરેક જગ્યાએ KYC પૂરી કરવા માટે આધાર ફરજિયાત માંગવામાં આવે છે.

આટલી બધી જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થતો હોવાથી, સામાન્ય માણસના મનમાં એક ડર અને મૂંઝવણ ઊભી થવી તદ્દન સ્વાભાવિક છે. ઘણા લોકોને એવો ડર સતાવે છે કે, આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવાથી શું આધાર જારી કરનારી સરકારી સંસ્થા UIDAI આપણું બેંક બેલેન્સ કે નાણાકીય લેવડદેવડ પર નજર રાખી શકે છે?

તાજેતરમાં UIDAI દ્વારા લોકોમાં ફેલાયેલી આ ગેરમાન્યતાઓ અને અફવાઓનું સંપૂર્ણપણે ખંડન કરવામાં આવ્યું છે. સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે આધારનો ઉપયોગ માત્ર અને માત્ર તમારી ઓળખ સાબિત કરવા માટે જ થાય છે, નાણાકીય જાસૂસી માટે નહીં.

UIDAI પાસે તમારી કઈ અને કેટલી માહિતી હોય છે?

સત્તાવાર માહિતી અનુસાર, જ્યારે તમે તમારું નવું આધાર કાર્ડ કઢાવો છો અથવા તેમાં કોઈ સુધારો વધારો (અપડેટ) કરાવો છો, ત્યારે જ UIDAI તમારી પાસેથી એકદમ મર્યાદિત માહિતી એકઠી કરે છે.

આ માહિતીમાં માત્ર તમારું પૂરું નામ, જન્મ તારીખ, જાતિ, રહેઠાણનું સરનામું, તમારો ફોટો, ફિંગરપ્રિન્ટ (આંગળાની છાપ) અને આંખની કીકી (આઇરિસ) ના બાયોમેટ્રિક ડેટાનો જ સમાવેશ થાય છે. આ ઉપરાંત તમારો ઈમેલ અને મોબાઈલ નંબર આપવો પણ વૈકલ્પિક હોય છે.

આનો સીધો અર્થ એ છે કે, સરકારી સંસ્થા UIDAI પાસે તમારા બેંક બેલેન્સ, શેરબજારના રોકાણો, મ્યુચ્યુઅલ ફંડ, જમીન-મિલકત, વીમા પોલિસી કે તમારા મેડિકલ રેકોર્ડ વિશેની કોઈપણ પ્રકારની માહિતી હોતી નથી.

બેંક સાથે આધાર લિંક થાય ત્યારે પડદા પાછળ શું થાય છે?

જ્યારે તમે કોઈપણ બેંક કે અન્ય નાણાકીય સંસ્થામાં તમારો આધાર નંબર આપીને ઓળખની ચકાસણી કરાવો છો, ત્યારે તે બેંક UIDAI ના સર્વર પર એક વિનંતી (ઓથોન્ટિકેશન રિક્વેસ્ટ) મોકલે છે.

આ વિનંતીના જવાબમાં UIDAI માત્ર એટલી જ પુષ્ટિ કરે છે કે આપેલી બાયોમેટ્રિક કે OTP ની માહિતી સાચી છે કે ખોટી (હા અથવા ના). જો કોઈ સંસ્થા તમારું e-KYC કરે અને ચકાસણી સફળ થાય, તો સરકારના કડક નિયમો મુજબ માત્ર તમારું નામ, સરનામું અને ફોટો જેવી સામાન્ય માહિતી જ તે સંસ્થા સાથે શેર કરવામાં આવે છે.

આખી પ્રક્રિયામાં ક્યાંય પણ UIDAI ને એ જાણવાનો અધિકાર કે ટેકનિકલ એક્સેસ મળતો નથી કે તમારા બેંક ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે, તમારું ડીમેટ એકાઉન્ટ ક્યાં છે અથવા તમારી પાસે કેટલી મિલકત છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે વન-વે અને અત્યંત સુરક્ષિત હોય છે.

શું માત્ર આધાર નંબરથી બેંક ખાતું ખાલી થઈ શકે?

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવી ખોટી અફવાઓ ઉડતી હોય છે કે જો કોઈ અજાણી વ્યક્તિને તમારો 12 આંકડાનો આધાર નંબર મળી જાય, તો તે તમારું બેંક ખાતું પળવારમાં ખાલી કરી શકે છે. પરંતુ આ વાતમાં જરા પણ સચ્ચાઈ નથી.

UIDAI એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, માત્ર કોઈનો આધાર નંબર જાણી લેવાથી કોઈને પણ તે વ્યક્તિના બેંક ખાતાનો એક્સેસ મળી જતો નથી. તેમાંથી સીધા પૈસા ઉપાડવા એ તદ્દન અશક્ય બાબત છે.

કોઈપણ બેંકિંગ વ્યવહાર પૂરો કરવા માટે બેંકના પોતાના સુરક્ષા નિયમો હોય છે. જેમાં તમારો ગુપ્ત PIN, પાસવર્ડ, રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતો OTP અથવા તમારી ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રિક મેચિંગ) ફરજિયાતપણે જરૂરી હોય છે. તેથી, આધાર નંબર કોઈને ખબર પડી જવાથી ગભરાવવાની કોઈ જ જરૂર નથી.

Frequently Asked Questions

શું UIDAI મારું બેંક બેલેન્સ કે નાણાકીય લેવડદેવડ જોઈ શકે છે?

ના, UIDAI એ સ્પષ્ટતા કરી છે કે આધારનો ઉપયોગ માત્ર તમારી ઓળખ સાબિત કરવા માટે થાય છે. UIDAI પાસે તમારા બેંક બેલેન્સ કે નાણાકીય લેવડદેવડની કોઈ માહિતી હોતી નથી.

UIDAI કઈ માહિતી એકઠી કરે છે?

UIDAI માત્ર તમારું નામ, જન્મ તારીખ, જાતિ, સરનામું, ફોટો, ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીના બાયોમેટ્રિક ડેટા જેવી મર્યાદિત માહિતી એકઠી કરે છે. તમારા નાણાકીય રોકાણો કે મેડિકલ રેકોર્ડ વિશેની માહિતી તેમની પાસે હોતી નથી.

બેંકમાં આધાર લિંક કરાવતી વખતે UIDAI ને કઈ માહિતી મળે છે?

જ્યારે તમે બેંકમાં આધાર લિંક કરાવો છો, ત્યારે UIDAI માત્ર તમારી ઓળખ સાચી છે કે ખોટી તેની પુષ્ટિ કરે છે. તે તમારી બેંક ખાતાની વિગતો કે નાણાકીય લેવડદેવડની માહિતી મેળવી શકતી નથી.

શું માત્ર આધાર નંબર જાણી લેવાથી બેંક ખાતું ખાલી થઈ શકે છે?

ના, માત્ર આધાર નંબર જાણવાથી કોઈ તમારું બેંક ખાતું ખાલી કરી શકતું નથી. કોઈપણ બેંકિંગ વ્યવહાર માટે ગુપ્ત PIN, પાસવર્ડ, OTP કે તમારી ફિંગરપ્રિન્ટ જેવી વધારાની સુરક્ષા જરૂરી હોય છે.

Advertisement

ટોપ સ્ટોરી

26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
બંધારણ દિવસ નિમિત્તે PM મોદીએ લખ્યો લેખ, વિપક્ષને આપી સલાહ, યુવાનોને પણ આપ્યો ખાસ સંદેશ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
26/11 Mumbai Attack: મુંબઈ હુમલાની ભયાનક યાદો, એ કાળી રાતે હચમચી ગયું હતું સમગ્ર વિશ્વ
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, આ લોકોને તમામ ટ્રેનોમાં મળશે મફત મુસાફરીનો લાભ
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
25 ટકા ટેરિફના અમેરિકાના પ્રસ્તાવ પર ભારતનો સ્પષ્ટ જવાબ, જાણો શું કહ્યું?
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સનો મોટો સંકેત! IPL 2027માં રોહિત શર્મા ફરી બની શકે છે ટીમનો કેપ્ટન
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના આરોપ! ઓપરેશન બાદ દર્દીની છાતીમાં જ છોડી દેવાયો તાર
અમદાવાદના વાહનચાલકો માટે ખુશખબર! પકવાન ચાર રસ્તા આજથી સિગ્નલ ફ્રી
અમદાવાદના વાહનચાલકો માટે ખુશખબર! પકવાન ચાર રસ્તા આજથી સિગ્નલ ફ્રી
ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી: રાજ્યમાં 1,477 સ્થળોએ તપાસ
ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી: રાજ્યમાં 1,477 સ્થળોએ તપાસ
Embed widget