શોધખોળ કરો
Advertisement
કેનેડામાં ચાઇનીઝ દૂતાવાસ બહાર ભારતીયોએ કર્યુ વિરોધ પ્રદર્શન, જાણો વિગત
કેનેડાના વૈંકૂવરમાં ભારતીયોએ ચાઈનીઝ દૂતાવાસ બહાર એકઠાં થઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદના પડઘા હવે વિદેશમાં પણ પડી રહ્યા છે. કેનેડામાં ચાઇનીઝ દૂતાવાસ પાસે ભારતીય સમુદાયના લોકોએ પ્રદર્શન કર્યુ હતું.
કેનેડાના વૈંકૂવરમાં ભારતીયોએ ચાઈનીઝ દૂતાવાસ બહાર એકઠાં થઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. એક પ્રદર્શનકારીએ જણાવ્યું,ચીને તેના પડોશી દેશોને ડરાવી રાખ્યા છે. તેમની સરહદોમાં ઘૂસી જાય છે. ચીન હાલ વિશ્વનો સૌથી મોટો ભૂમાફિયા બની ગયો છે.
કેનેડામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની વધી ચિંતા કેનેડા સરકારે લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓને બે હજાર ડોલરની સહાય આપી હતી પરંતુ આગામી મહિનાથી તમામ વિદ્યાર્થીએ ફી જમા કરાવવી પડશે. કોલેજોની ફી 10 હજાર ડૉલર અને યૂનિવર્સિટીની ફી 20 હજાર ડૉલર જેટલી છે. પરિણામે જે ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયા છે તેમની ચિંતા વધી ગઈ છે.Canada: Indian community members held an anti-China protest outside the Chinese Consulate office in Vancouver pic.twitter.com/1gd5jt9HAw
— ANI (@ANI) June 24, 2020
કોલેજો અને યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરમાં શરૂ થનારા સેમેસ્ટર માટે ઘરેથી ઓનલાઈન અભ્યાસની સલાહ આપવામાં આવી છે, પરંતુ આ માટે પૂરી ફી ભરવાનું જણાવાયું છે. આગામી સપ્તાહે ફી જમા કરાવવાની કાર્યવાહી શરૂ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion