શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CBSE Board Exam Date Sheet 2021 Released: ધોરણ-10 અને 12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર
CBSE ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું છે.
નવી દિલ્હીઃ CBSE ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ આજે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર આ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે આ વર્ષે CBSE બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી યોજાશે.
છ દિવસ પહેલા થયેલા લાઈવ સેશનમાં તેમણે જાહેરાત કરી હતી 2 ફેબ્રુઆરીએ ડેટશીટ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા શરૂ થવાની તારીખ જાણતા હતા પરંતુ આજથી તેઓ પોતાના વિષય મુજબ શેડ્યૂઅલ જોઈ શકે છે. ડેટશીટ મુજબ પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં સરળતા રહેશે.
વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડ પરીક્ષાની તારીખ શીટ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે. તારીખ શીટમાં પરીક્ષાની તારીખો ઉપરાંત, બોર્ડની પરીક્ષા દરમિયાન ઉમેદવારોને અનુસરવાની મહત્વપૂર્ણ સૂચનાઓ પણ હશે.
સીબીએસઈ બોર્ડ 10 અને 12ની પરીક્ષા 4 મેથી 10 જૂન 2021ના મધ્યમાં આયોજીત થશે. વિસ્તારથી શેડ્યૂઅલ જોવા માટે વિદ્યાર્થીઓએ સીબીએસઈની આધિકારીક વેબસાઈટ પર જવું પડશે.– cbse.gov.in.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion