શોધખોળ કરો

EXCLUSIVE: CBSEના AI અભ્યાસક્રમમાં ખામી? વિદ્યાર્થીઓએ કહ્યું – પ્રેક્ટિકલ લર્નિંગનો અભાવ

CBSE AI Curriculum:વિદ્યાર્થીઓએ ABPને જણાવ્યું કે, શાળાઓમાં AI શિક્ષણ હજુ પણ માત્ર થિયરી આધારિત છે, જ્યારે કોડિંગ અને રોબોટિક્સ જેવી પ્રેક્ટિકલ તાલીમ ખૂબ મર્યાદિત છે.

CBSE AI Curriculum: Central Board of Secondary Education (CBSE) શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શિક્ષણને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે વારાણસીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ABP Live English સાથે પોતાની ક્લાસરૂમના અનુભવો શેર કર્યા હતા. વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમની અપેક્ષા અને વાસ્તવિક અમલ વચ્ચેનો તફાવત ઉજાગર કર્યો.

 

ABP Live English સાથે વાત કરનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, નવી શૈક્ષણિક સત્રથી શાળાઓ AI સંબંધિત વિષયો વધુ સત્તાવાર રીતે શરૂ કરવાની તૈયારી કરી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, અનેક સંસ્થાઓ 22 જૂન પછી AI આધારિત પાઠ શરૂ કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ મે મહિના સુધી કોઈ મોટું કોર્સ અમલીકરણ થયું નથી.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે મોટાભાગની શાળાઓ હજુ પણ માત્ર થિયરી આધારિત અભ્યાસ પર નિર્ભર છે, જ્યારે Python Coding, Machine Learning અને Robotics જેવી પ્રેક્ટિકલ AI તાલીમ ખૂબ મર્યાદિત છે.

વિદ્યાર્થીઓનું કહેવું – AI શિક્ષણ હજુ શરૂઆતના તબક્કામાં

ABP Live English સાથેની વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓએ જણાવ્યું કે AI શિક્ષણ અંગે ચર્ચા નોંધપાત્ર રીતે વધી છે, છતાં ઘણી શાળાઓમાં આ વિષયને હજુ નિયમિત ક્લાસરૂમ શિક્ષણમાં સંપૂર્ણ રીતે સામેલ કરવામાં આવ્યો નથી.

કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ ABP Live Englishને જણાવ્યું કે, “કેટલીક શાળાઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન AI અને Roboticsના મૂળભૂત વિષયો શરૂ કર્યા છે, પરંતુ ઘણી સંસ્થાઓ હજુ પણ અભ્યાસક્રમની રચના અંગે વધુ સ્પષ્ટ માર્ગદર્શનની રાહ જોઈ રહી છે,”

 વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, “તાજેતરના સર્ક્યુલરમાં AIને સત્તાવાર અભ્યાસક્રમમાં કેવી રીતે સામેલ કરવામાં આવશે તે અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે ગૂંચવણ ઉભી થઈ છે. હાલ શાળાઓમાં એડવાન્સ ટેક્નિકલ શિક્ષણના બદલે સેકન્ડરી સ્તરે AIની મૂળભૂત શબ્દાવલી અને થિયરી આધારિત સંકલ્પનાઓ જ શીખવવામાં આવી રહી છે,” 

પ્રેક્ટિકલ AI શિક્ષણ હજુ મોટાભાગની ક્લાસરૂમ સુધી પહોંચ્યું નથી

જ્યારે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે શું શાળાઓમાં Python Coding, Chatbots, Computer Vision અને Machine Learning જેવા પ્રેક્ટિકલ વિષયો શીખવવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓએ ABP Live Englishને જણાવ્યું:

“હજુ સુધી અમને શાળાઓમાં Python Coding, Chatbots, Computer Vision અને Machine Learning જેવા વિષયોનો પૂરતો પ્રેક્ટિકલ અનુભવ મળતો નથી.”

વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે, “હાલ મોટાભાગની AI ક્લાસિસ માત્ર થિયરી પાઠ અને ક્લાસરૂમ ચર્ચાઓ સુધી મર્યાદિત છે. કેટલીક શાળાઓએ Roboticsના પ્રાથમિક પાઠ શરૂ કર્યા છે, પરંતુ યોગ્ય પ્રેક્ટિકલ લેબ, Coding Sessions અને Project-Based Activities હજુ સામાન્ય બની નથી.”

વિદ્યાર્થીઓએ એ પણ સૂચવ્યું કે હેન્ડ્સ-ઓન પ્રેક્ટિકલ લર્નિંગ કરતાં ઓનલાઈન વિડિયો અને થિયરી આધારિત શિક્ષણ પદ્ધતિઓનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, ઘણી શાળાઓ જૂન મહિનાથી AI સંબંધિત શિક્ષણને વધુ વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે.

AI અભ્યાસક્રમના વિસ્તરણ માટે શાળાઓની તૈયારી

વિદ્યાર્થીઓએ ABP Live Englishને જણાવ્યું કે, “શિક્ષકોએ અમને જાણ કરી છે કે, નવી શૈક્ષણિક સત્રની તૈયારી સાથે AI આધારિત વિષયો ટૂંક સમયમાં નિયમિત અભ્યાસક્રમનો ભાગ બની શકે છે.”

વિદ્યાર્થીઓના પ્રતિસાદ પરથી સ્પષ્ટ થાય છે કે AI શિક્ષણ અંગે જાગૃતિ ઝડપથી વધી રહી છે, પરંતુ વિવિધ શાળાઓમાં તેનો અમલ હજુ અસમાન છે. ઘણી સંસ્થાઓ હાલ તૈયારીના તબક્કામાં દેખાઈ રહી છે અને પ્રેક્ટિકલ ઉપયોગ તથા એડવાન્સ મોડ્યુલો શરૂ કરતા પહેલાં મૂળભૂત સંકલ્પનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

શિક્ષણ અને ભવિષ્યની કારકિર્દીમાં AI એક મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું હોવાથી, આવનારા મહિનાઓમાં શાળાઓ થિયરી સાથે પ્રેક્ટિકલ શિક્ષણને પણ ધીમે ધીમે વધુ મજબૂત બનાવે તેવી અપેક્ષા છે.

 

 

ટોપ સ્ટોરી

2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
2 વર્ષની બાળકીએ તબલા વગાડી લોકોને કર્યા મંત્રમુગ્ધ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું નામ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
Uttar Pradesh: રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો અકસ્માત,અનેક લોકો ઘાયલ
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન
PM મોદીના પિતા પર ખડગેની ટિપ્પણી બાદ બબાલ, નોંધાઈ ફરિયાદ, આજે ભાજપનું દેશભરમાં પ્રદર્શન

વિડિઓઝ

Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ
PM સૂર્ય ઘર યોજના: માત્ર ₹5400માં ઘરની છત પર લાગશે સોલાર સિસ્ટમ? જાણો કોને મળશે લાભ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Embed widget