શોધખોળ કરો
Advertisement
Farmers protest: સરકારે ખેડૂતોને આગામી વાતચીત માટે 30 ડિસેમ્બરે બોલાવ્યા
સરકારે ખેડૂતોને વાતચીત માટે 30 ડિસેમ્બરે બોલાવ્યા છે. બેઠક માટે બપોરના 2 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂત અને સરકાર વચ્ચે આ બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે.
નવી દિલ્હી: સરકારે ખેડૂતોને વાતચીત માટે 30 ડિસેમ્બરે બોલાવ્યા છે. બેઠક માટે બપોરના 2 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ખેડૂત અને સરકાર વચ્ચે આ બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. ઉલ્લેખનીય છે કે આંદોલનકારી ખેડૂત સંગઠનોએ 29 ડિસેમ્બરે સરકાર સાથે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો હતો. હવે સરકારે તેમને 30 ડિસેમ્બરે ચર્ચા માટે બોલાવ્યા છે.
સરકાર તરફથી ખેડૂતોને જાહેર કરવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે આ બેઠકમાં "આ બેઠકમાં તમે મોકલેલી વિગતોને ધ્યાનમાં રાખીને, ત્રણ કૃષિ કાયદાઓ અને એમએસપીની ખરીદ વ્યવસ્થાની સાથે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આજુબાજુના વિસ્તારોમાં વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન માટે આયોગ અધ્યાદેશ 2020 અને વીજળી સુધારણા બિલ 2020 માં ખેડૂતોને લગતા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરાશે.
ખેડૂતોએ સરકાર સામે શું શરતો રાખી છે ?
ખેડૂતોની પ્રથમ શરત છે કે સરકાર ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરે.
બીજી શરત છે કે એમએસપીની કાનૂની ગેરંટી આપવામાં આવે.
ત્રીજી શરતમાં વિજળી બિલ ડ્રાફ્ટમાં બદલવાની માંગ છે.
ચોથી શરત છે કે પરાલી કાયદાથી ખેડૂતોને બહાર રાખવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement