શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યા નિર્દેશ- લોકડાઉનનો કડક અમલ થાય, ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરો
કેન્દ્ર સરકારે હવે રાજ્ય સરકારોને લોકડાઉનને કડક રીતે લાગુ કરવાનો અને ભંગ કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર અને રાજ્ય સરકારે રવિવારે ઉત્તર પ્રદેશ, પંજાબ, તમિલનાડુ, કેરલ અને મહારાષ્ટ્રના 75 જિલ્લાને પુરી રીતે લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. એવામાં કેન્દ્ર સરકારે હવે રાજ્ય સરકારોને લોકડાઉનને કડક રીતે લાગુ કરવાનો અને ભંગ કરનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે દિલ્હી પોલીસે આખા દિલ્હીમાં પ્રદર્શન અને લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દિલ્હી સરકારે જનતા કર્ફ્યૂ બાદ પણ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
નોંધનીય છે કે કોરોના વાયરસના પોઝિટીવ કેસ વધી રહ્યા છે. ભારતમાં બે દિવસની અંદર 137થી વધુ નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, ભારતમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 418 પર પહોંચી ગઇ છે. જ્યારે મરનારાઓની સંખ્યા વધીને સાત થઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion