શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચેન્નઇ એરપોર્ટ પર ફ્લાઇટમાં સેમસંગ નોટ-2 માં લાગી આગ, મોટી દૂર્ઘટના ટળી
નવી દિલ્લીઃ ચેન્નઇ એરપોર્ટ પર સવારે 7:30 વાગે ઇન્ડીગો એરલાઇન્સમાં સેમસંગ નોટ-2 સ્માર્ટ ફોનમાં આગ લાગી હતી. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ સેમસંગના અધિકારીઓને આ મામલે સોમવારનું સમન્સ પાઠવ્યું છે.
DGCA ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ક્રૂ મેમ્બર દ્વારા ડિવાઇસમાં આગ લાગેલી હોવાની જાણ થઇ હતી. જેથી તેની સામે તત્કાલીક સાવચેતીના પગલા લીધા હતા જેથી મોટી દૂર્ઘટના થતા ટળી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "અમે મુસાફરોને જણાવી દઇએ છીએ કે, સેમસંગ ડિવાઇસને સ્વીચ ઓફ કરી દેવો અથવા ફ્લાઇટમાં લાવવાનું ટાળવું."
એરલાઇન્સના નિયમનકારે ફોનમાં લાગેલી આગ મામલે સેમસંગના અધિકારીઓ સાથે સોમવારે ચર્ચા કરશે. DGCA હવાઇ મુસાફરી દરમિયાન સેમસંગ ગેલેક્ષી સ્માર્ટ ફોનને સ્વીચ ઓફ કરવા જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion