શોધખોળ કરો

‘નાગરિકતા સંશોધન બિલ’ને મળી કેબિનેટની મંજૂરી, હવે રાજ્યસભામાં મોદી સરકારને મોટો પડકાર

કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે સરકાર માટે આ બિલ રાજ્યસભમાં ફસાઇ શકે છે. કેમકે અહીં બીજેપીની પાસે બહુમતી નથી, જ્યારે લોકસભામાં 303 બેઠકો હોવાથી પાસ કરાવવામાં સરળતા રહેશે

નવી દિલ્હીઃ ‘નાગરિકતા સંશોધન બિલ’ને આજે મોદી કેબિનેટ તરફથી મંજૂરી મળી ગઇ છે. સરકાર સંસદના આ સત્રમાં ‘નાગરિકતા સંશોધન બિલ’ને લોકસભામાં રજૂ કરશે, બાદમાં રાજ્યસભામાં લાવશે. જોકે, સરકાર માટે મોટો પડકાર રાજ્યસભા બની શકે છે, અહીં વિપક્ષી દળો બિલનો વિરોધ કરી શકે છે. રાજ્યસભામાં બિલ પાસ કરવુ સરકાર માટે અઘરુ બની શકે છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે સરકાર માટે આ બિલ રાજ્યસભમાં ફસાઇ શકે છે. કેમકે અહીં બીજેપીની પાસે બહુમતી નથી, જ્યારે લોકસભામાં 303 બેઠકો હોવાથી પાસ કરાવવામાં સરળતા રહેશે. ખરેખરમાં, રાજ્યસભામાં હાલમાં સાંસદોની સંખ્યા 239 છે, જો બધા સાંસદો વૉટ કરે તો બહુમતી માટે 120 સાંસદોની જરૂર પડે. બીજેપી પાસે હાલ 81 સાંસદો છે, એટલે બહુમતી માટે 39 વૉટની જરૂર પડી શકે છે. જે બીજેપી માટે મુશ્કેલી સર્જી શકે છે. સરકારની સહયોગી પાર્ટી જેડીયુ પણ આ બિલનો વિરોધ કરી રહી છે, જેના 6 સાંસદો છે. ‘નાગરિકતા સંશોધન બિલ’ને મળી કેબિનેટની મંજૂરી, હવે રાજ્યસભામાં મોદી સરકારને મોટો પડકાર શું છે નાગરિકતા સંશોધન બિલમાં.... કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે આને લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા ગેરકાયદે અપ્રવાસિયોને ભારતમાં નાગરિકતા આપવાની જોગવાઇ છે, પણ શરત એ કે તે મુસલમાન ના હોય. ખાસ વાત છે કે, આ બિલનો ફાયદો આ દેશોમાંથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ અને પારસી સમુદાયના લાકોને મળશે. બિલનો ઉદ્દેશ આ છ ધર્મોના લોકોને નાગરિકતા આપવાનો છે, જેની પાસે વેલિડ ડૉક્યૂમેન્ટ નથી અથવા તો આવા ડૉક્યૂમેન્ટની સમયમર્યાદા ખતમ થઇ ચૂકી છે. આ લોકોને નાગરિકતા કાયદાની પ્રાકૃતિક પ્રક્રિયા પ્રમાણે આપવામાં આવશે. નાગરિકતા મેળવવા માટે અરજી ત્યારે કરી શકશે જ્યારે તેને ઓછામાં ઓછા છ વર્ષ સુધી ભારતમાં વસવાટ કર્યો હોય, અને છેલ્લા એક વર્ષથી ભારતમાં રહી રહ્યો હોય. ‘નાગરિકતા સંશોધન બિલ’ને મળી કેબિનેટની મંજૂરી, હવે રાજ્યસભામાં મોદી સરકારને મોટો પડકાર નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન બિલને અગાઉ 19 જુલાઇ, 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જોકે સંસદનો કાર્યકાળ પુરો થવાના કારણે બિલ રાજ્યસભામાં ન હતુ પહોંચી શક્યુ. બિલનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યાં છે, જેમાં સરકારની સહયોગી જેડીયુ પણ બિલનો પુરજોશમાં વિરોધ કરી રહી હતી.

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ચોમાસું ગયું નથી ત્યાં તો ઠંડીએ રેકોર્ડ તોડ્યો, દિલ્હીમાં 25 વર્ષ બાદ આવી ઘટના બની
ચોમાસું ગયું નથી ત્યાં તો ઠંડીએ રેકોર્ડ તોડ્યો, દિલ્હીમાં 25 વર્ષ બાદ આવી ઘટના બની
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
1 ઓક્ટોબરથી રેલવેના નિયમમાં મોટો ફેરફાર, ટિકિટ હશે તો પણ લાગી શકે છે દંડ! આ વસ્તુ સાથે રાખજો
1 ઓક્ટોબરથી રેલવેના નિયમમાં મોટો ફેરફાર, ટિકિટ હશે તો પણ લાગી શકે છે દંડ! આ વસ્તુ સાથે રાખજો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Embed widget