શોધખોળ કરો
Advertisement
CM કેજરીવાલની જાહેરાત, દિલ્હીમાં 200 યૂનિટ સુધી વિજળી ફ્રી આપવામાં આવશે
દિલ્હીમાં વીજળી 200 યૂનિટ સુધી વાપરે છે તેમણે પોતાની વીજળીનું બિલ આપવાની જરૂર નહીં પડે. તેમની વીજળીનાં બિલ માફ થશે. કેજરીવાલે કહ્યું કે, જો કોઈ પણ વ્યક્તિ 201 યૂનિટ વીજળી યૂઝ કરે છે તો તેણે પુરા પૈસા આપવા પડશે.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો માટે વધુ એક મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે 200 યૂનિટ સુધીની વીજળી ફ્રી કરી છે. જો 200 યૂનિટથી વધારે વપરાશ કરશો તો પહેલા માફક પુરુ બિલ ચુકવવું પડશે. કેજરીવાલે કહ્યું કે 2013થી પહેલા 200 યૂનિટ માટે 900 રૂપિયા આપવા પડતા હતા, હવે 200 યૂનિટ માટે પૈસા નહીં આપવા પડે.
કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં વીજળી કંપનીઓનું નુકસાન 17 ટકાથી ઘટીને 8 ટકા પર આવી ગયું છે. તેમણે કહ્યું કે, જે લોકો દિલ્હીમાં વીજળી 200 યૂનિટ સુધી વાપરે છે તેમણે પોતાની વીજળીનું બિલ આપવાની જરૂર નહીં પડે. તેમની વીજળીનાં બિલ માફ થશે. કેજરીવાલે કહ્યું કે, જો કોઈ પણ વ્યક્તિ 201 યૂનિટ વીજળી યૂઝ કરે છે તો તેણે પુરા પૈસા આપવા પડશે. કેજરીવાલે કહ્યું, 'અમારી સરકારમાં દિલ્હીમાં વીજળી સસ્તી થઈ છે. પહેલા વીજળી કંપનીઓની હાલત ખરાબ હતી. પહેલા રેટ ગમે-તેમ વધતા હતા. સમગ્ર દેશમાં વીજળીનો રેટ વધ્યો અને દિલ્હીમાં ઓછો થયો છે. આ એક ચમત્કાર છે. દિલ્હીની વીજળી કંપનીઓનું નુકસાન ઓછું થયું છે, તેમની પાસે પૈસા છે અને તેમની સ્થિતિમાં સુધારો થયો છે.Delhi CM: People used to pay Rs 622 for 200 units of electricity till y'day, now it's free. For 250 units they used to pay Rs 800,now they'll pay Rs 252. For 300 units they used to pay Rs 971,now they'll pay Rs 526. For 400 units, they used to pay Rs 1320, now they'll pay Rs 1075 https://t.co/HX8B4VVYEK
— ANI (@ANI) August 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion