શોધખોળ કરો
Advertisement
ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, 1901 બાદ દિલ્હીમાં ડિસેમ્બર મહિનો રેકોર્ડ ઠંડી તરફ
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ડિસેમ્બરમાં એવરેજ અધિકત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછી 1919, 1929,1961 અને 1997માં રહ્યું છે
નવી દિલ્હીઃ ઉત્તર ભારતરમાં ગુરુવાર પણ હાડ ગાળતી ઠંડીનો કહેર યથાવત રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડિસેમ્બરની ઠંડી રેકોર્ડ તરફ આગળ વધી રહી છે, કેમકે અહીં 1901 બાદ બીજીવાર એવુ બન્યુ છે કે ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ ઠંડી પડી હોય. હવામાન વિભાગ અનુસાર તાપમાન હજુ પણ ગગડી શકે છે.
દિલ્હી સહિત સગગ્ર ઉત્તર ભારત ઠંઠીમાં ઠુઠવાયુ છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં દિવસે દિવસે ઠંડી વધી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત છે.
દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ, જ્યારે અધિકત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતુ. જે સામાન્યથી સાત ડિગ્રી ઓછુ છે. દિલ્હીમાં સતત 13માં દિવસે હાડ ગાળતી ઠંડીનો ચમકારો છે. આ પહેલા એટલે કે 1997માં આવુ બન્યુ હતુ જ્યારે સતત 17 દિસવ સુધી હાડ ગાળતી ઠંડી પડી હતી.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, ડિસેમ્બરમાં એવરેજ અધિકત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછી 1919, 1929,1961 અને 1997માં રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement