દિલ્હીમાં કોગ્રેસની 'ભારત બચાઓ રેલી', રાહુલ ગાંધીએ કહ્યું- મારૂ નામ 'રાહુલ સાવરકર' નહી ગાંધી છે
LIVE
Background
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ,અર્થવ્યવસ્થા, વધી રહેલી બેરોજગારી અને ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દાઓ લઈને કૉંગ્રેસ મોદી સરકારને ઘેરવાની તૈયારીમાં લાગી ગઈ છે. કૉંગ્રેસે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત બચાઓ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીને સફળ બનાવવા માટે દેશભરમાંથી કૉંગ્રેસના કાર્યકર્તાઓ દિલ્હી પહોંચી રહ્યાં છે.
રેલીને લઈને કૉંગ્રેસે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. સભા સ્થળ પર કૉંગ્રેસના ઝંડાઓ અને નેતાઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ધણા નેતાઓના મોટા-મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
કૉંગ્રેસની આ રેલી બપોરે આશરે 12 વાગ્યાથી શરૂ થશે. આ રેલીને સોનિયા ગાંધીની સાથે સાથે રાહુલ ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓ સંબોધિત કરશે. પાર્ટીના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્યો બસમાં બેસી આશરે 11.15 વાગ્યે રામલીલા મેદાન જશે.
પાર્ટી તરફથી રેલી માટે ત્રણ મંચ બનાવવામાં આવ્યા છે. મુખ્યમંચ પર પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ જેવા વિરિષ્ઠ નેતાઓ બેસશે. જ્યારે મુખ્ય મંચની ડાબી અને જમણી બાજુ સીડબ્લ્યૂસીના સદસ્યો, મુખ્યમંત્રી, પાર્ટી મહાસચિવ, પ્રભારી સહિતના નેતાઓ બેસશે.