શોધખોળ કરો
Advertisement
'વીર સાવરકર અને ગોડસે વચ્ચે હતા શારીરિક સંબંધો' - કોંગ્રેસની બુકલેટમાં કરાયો દાવો
કોંગ્રેસની આ પત્રિકામાં સાવરકર અને ગોડસે વચ્ચેના સંબંધોનો એક લેખ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, સાવરકર અને ગોડસે વચ્ચે શારીરિક સંબંધો હતા, કોંગ્રેસની બુકલેટમાં આ દાવો કરાયા બાદ વિવાદ ઉભો થયો હતો
નવી દિલ્હીઃ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે હવે વીર સાવરકરને લઇને બબાલ શરૂ થઇ ગઇ છે, ખરેખરમાં મધ્ય પ્રદેશની સેવા દળની એક પત્રિકા જાહેર થઇ જેમાં સાવરકરને હૉમોસેક્સૂઅલ ગણાવવામાં આવ્યા હતા, આ વાતને લઇને વિવાદ વધી ગયો છે.
કોંગ્રેસની આ પત્રિકામાં સાવરકર અને ગોડસે વચ્ચેના સંબંધોનો એક લેખ લખવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે, સાવરકર અને ગોડસે વચ્ચે શારીરિક સંબંધો હતા, કોંગ્રેસની બુકલેટમાં આ દાવો કરાયા બાદ વિવાદ ઉભો થયો હતો.
ખરેખરમાં, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત કોંગ્રેસની સેવા દળ પ્રશિક્ષણ શિબિરમાં વિનાયક દામોદર સાવરકર અને નાથુરામ ગોડસે સંબંધિત એક વિવાદિત સાહિત્ય વહેંચવામાં આવ્યુ. જે બુકલેટની વહેંચણી કરવામાં આવી હતી તેનુ નામ હતુ 'વીર સાવરકર કિતને વીર'. આમાં કોંગ્રેસ સાવરકના જીવન સાથે જોડાયેલી તમામ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. આમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે વીર સાવરકરે બ્રહ્મચર્ય ગ્રહણ કર્યુ તે પહેલા નાથૂરામ ગોડસે સાથે હૉમોસેક્સૂઅલ સંબંધ હતા. ઉપરાંત બીજી કેટલીય એવી બાબતો છે જેને લઇને બીજેપીએ આપત્તિ દર્શાવી છે.
Congress and its affiliates continue to denigrate Veer Savarkar while Shiv Sena holds on to the Chief Minister’ chair. This is nothing but Congress’s way of humiliating Uddhav Thackeray, whose father, the legendary Balasaheb, had an uncompromising position on ideological issues.. https://t.co/tYMVB2u6xR
— Amit Malviya (@amitmalviya) January 2, 2020
ભારતીય જનતા પાર્ટીએ વિવાદિત બુકલેટને લઇને કોંગ્રેસ અને શિવસેના પર નિશાન સાધ્યુ હતુ. ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓ વારંવાર વીર સાવરકરનુ અપમાન કરી રહ્યાં છે. આ બીજુ કંઇ નહીં પણ કોંગ્રેસ દ્વારા ઉદ્વવ ઠાકરેને અપમાનિત કરવાની એક રીત છે, જેના પિતા મહાન બાળા સાહેબ ઠાકરે વૈચારિક મુ્દ્દાઓ પર કોઇ સમજોતા ન હતા કરતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion