શોધખોળ કરો
Advertisement
કોગ્રેસના આ સીનિયર નેતાએ આર્ટિકલ 370 પર મોદી સરકારના કર્યા વખાણ
નોંધનીય છે જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલને રાજ્યસભામાંથી મંજૂરી આપી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને રદ કરવાના મોદી સરકારના આ નિર્ણયનો કોગ્રેસે વિરોધ કર્યો હતો પરંતુ કોગ્રેસના એક સીનિયર નેતાએ મોદી સરકારના આ નિર્ણયથી પ્રશંસા કરી હતી. નોંધનીય છે જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલને રાજ્યસભામાંથી મંજૂરી આપી દેવામાં આવી છે.
મોદી સરકારના કોગ્રેસના સીનિયર નેતા જનાર્દન દ્ધિવેદીએ વખાણ કર્યા હતા.જનાર્દને કહ્યુ હતું કે, મારા રાજકીય ગુરુ રામ મનોહર લોહિયાજી હંમેશા આ આર્ટિકલના વિરુદ્ધમાં હતા. મોડુ થવા છતાં એક ઐતિહાસિક ભૂલને સુધારી લેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યના ભાગલા પાડી તેને બે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે કોગ્રેસના 370 કલમને લઇને વિરોધના વિરોધમાં પાર્ટીના રાજ્યસભાના સભ્ય ભુવનેશ્વર કાલિતાએ સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે. નાયડુએ કહ્યું કે, કલમ 370 હટાવવા અને જમ્મુ કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવા પર કોગ્રેસના વલણના વિરોધમાં મે રાજીનામું આપ્યું છે.#WATCH Janardan Dwivedi, Congress on #Article370revoked : My political guru Ram Manohar Lohia ji was always against this Article. A mistake of history has been corrected today, albeit late. I welcome this. pic.twitter.com/KqBsROImgS
— ANI (@ANI) August 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion