શોધખોળ કરો
Advertisement
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સરકારી બંગલો 1 ઓગસ્ટ સુધીમાં ખાલી કરવા આદેશ, જાણો વિગત
પ્રિયંકા ગાંધીને આ બંગલો 21 ફેબ્રુઆરી 1997ના રોજ ફાળવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ તેમના પરિવાર સાથે અહીં રહે છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મળેલા સરકારી બંગલાની ફાળવણી રદ કરી દેવામાં આવી છે. હવે પ્રિયંકાએ 1 ઓગસ્ટ સુધીમાં બંગલો ખાલી કરવો પડશે. કૉંગ્રેસ નેતા પાસેથી 35 લોધી ઈસ્ટેટવાળો બંગલો પરત લઈ લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પ્રિયંકા ગાંધીને એસપીજી સુરક્ષા મળી હતી એટલા માટે આ બંગલો ફાળવવામાં આવ્યો હતો. તેમને મળેલી એસપીજી સુરક્ષા અગાઉથી જ હટાવી લેવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીને આ બંગલો 21 ફેબ્રુઆરી 1997ના રોજ ફાળવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ તેમના પરિવાર સાથે અહીં રહે છે. હવે આ બંગલો ખાલી કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement