શોધખોળ કરો
Advertisement

કોગ્રેસની ટ્વિટમાં ભારતના નકશામાંથી કાશ્મીર-લદ્દાખ ગાયબ, ટ્વિટર પર લોકોએ ઠાલવ્યો ગુસ્સો
વિવાદ વધતા મહિલા કોગ્રેસ વિંગે પોતાનું આ ટ્વિટ ડિલિટ કરી દીધું છે.

નવી દિલ્હીઃ કોગ્રેસની મહિલા વિંગ દ્ધારા દેશનો ખોટો નકશો ટ્વિટ કરવો ભારે પડ્યો છે. સોશિયલ મીડિયા પર આ ટ્વિટને લઇને લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. વિવાદ વધતા મહિલા કોગ્રેસ વિંગે પોતાનું આ ટ્વિટ ડિલિટ કરી દીધું છે.
કોગ્રેસની મહિલા વિંગ તરફથી દેશનો ખોટો નકશો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયાએ પાર્ટી વિરુદ્ધ ગુસ્સો ઠાલવ્યો હતો. જોકે, બાદમાં વિવાદ વધતા મહિલા કોગ્રેસ વિંગે પોતાનું આ ટ્વિટ ડિલિટ કરી દીધું છે પરંતુ તેનો સ્ક્રીનશોર્ટ લોકોએ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
કોગ્રેસની મહિલા વિંગ ઓલ ઇન્ડિયા મહિલા કોગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર ભારતનો એક એવો નકશો શેર કરી દીધો જેમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ નહોતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકોએ કોગ્રેસની ટીકા કરી હતી. કોગ્રેસની આ પોસ્ટ 19 ડિસેમ્બરની છે જેમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇને આખા ભારતમા ઉગ્ર હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે તેની વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
