COVID-19:દિલ્હી-મુંબઈમાં કોરોનાના કેસમાં થયો વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?
દેશમાં કોરોના વાયરસના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. ખાસ કરીને મહાનગરોમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.
દેશમાં કોરોના વાયરસના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. ખાસ કરીને મહાનગરોમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીમાં, જ્યાં સંક્રમણનો દર 10 ટકાને વટાવી ગયો છે, તો મુંબઈમાં દરરોજ જોવા મળતા નવા કેસોની સંખ્યા 1300ને વટાવી ગઈ છે. સોમવારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના દરમાં મોટો ઉછાળો આવ્યો હતો. આજે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 10.09 ટકા થઈ ગયો છે.
અગાઉ 26 જાન્યુઆરીએ સંક્રમણ દર 10.59 ટકા હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજધાનીમાં 1060 નવા કેસ નોંધાયા છે જ્યારે 6 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 5375 છે જ્યારે કન્ટેનમેન્ટ ઝોનનો આંકડો 265 પર પહોંચી ગયો છે. સોમવારે દિલ્હીમાં 10,506 ટેસ્ટ થયા છે.
મુંબઈમાં 1310 નવા દર્દીઓ, બેના મોત
મુંબઈની વાત કરીએ તો સોમવારે દેશની આર્થિક રાજધાનીમાં 1310 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જો કે, કુલ સંક્રમિત દર્દીઓમાંથી 93 ટકા (1,213) માં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. કુલ 97 કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ શહેરમાં હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કુલ 24,825 બેડ ઉપલબ્ધ છે. મુંબઈમાં પણ આજે કોરોનાથી સંક્રમિત બે દર્દીઓના મોત થયા છે. BMC દ્વારા આજે કુલ 9,949 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં મુંબઈમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 97 ટકા છે.
ગુજરાત કોરોના કેસ
ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગઈકાલે 19 જૂને 244 નવા કેસ નોંધાયા બાદ આજે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે 20 જૂનના રોજ કોરોના વાયરસના નવા 217 કેસ નોંધાયા છે જે ગઈકાલ કરતા 27 કેસ ઓછા નોંધાયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે નોંધાયેલા 217 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 97, સુરત શહેરમાં 35, વડોદરા શહેરમાં 30, સુરત જિલ્લામાં 10, ગાંધીનગર શહેરમાં 7, ભાવનગર શહેરમાં 6 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.
130 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 1461 થયા
રાજ્યમાં આજે 20 જૂને કોરોનાથી મુક્ત થઇને 130 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,15,453 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ 1461 થયા છે, જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 1456 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)