શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
CoronaVirusના કારણે દેશના આ પાંચ રાજ્યોમાં સ્કૂલ-કૉલેજો અને થિયેટરો બંધ કરાવાયા, જાણો વિગતે
દેશમાં કોરોના વાયરસના 108 કેસો પૉઝિટીવ આવ્યા છે, અને કર્ણાટકા અને દિલ્હીમાં એક-એક વ્યક્તિનુ કોરોનાના કારણે મોત પણ થઇ ચૂક્યુ છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, જેને જોતા રાજ્ય સરકારોએ પોત પોતાના રાજ્યોમાં કડક આદેશો આપી દીધા છે. દેશના કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસ વધુ ના ફેલાય તે માટે જાહેર પ્રોપર્ટી અને વસ્તુઓ પર પાબંદી લગાવવાના આદેશો આપી દીધા છે.
હાલ દેશમાં કોરોના વાયરસના 108 કેસો પૉઝિટીવ આવ્યા છે, અને કર્ણાટકા અને દિલ્હીમાં એક-એક વ્યક્તિનુ કોરોનાના કારણે મોત પણ થઇ ચૂક્યુ છે.
કયા કયા રાજ્યોમાં સરકારે એલર્ટ મૉડમાં આવી.....
ગુજરાત
કોરોના વાયરસને લઇને ગુજરાતની રૂપાણી સરકાર એક્શન મૉડમાં આવી ગઇ છે. રૂપાણી સરકારે ગુજરાતમાં 31 માર્ચ સુધી સ્કૂલ-કૉલેજો અને થિયેટરોને બંધ કરવાના આદેશ આપી દીધા છે. ઉપરાંત સ્વીમિંગ પૂલ પર બેન અને સાર્વજનિક સ્થળો પર થૂકવા પર 500 રૂપિયાનો દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે.
ઉત્તરપ્રદેશ
યુપીની યોગી સરકારે પણ કોરોનાને લઇને રાજ્યાના બધા થિયેટરોને બંધ કરી દીધા છે, ઉપરાંત જીમ, સ્વીમિંગ પૂલ પણ બંધ રાખવાના આદેશ આપ્યા છે. યોગી સરકારે રાજ્યમાં ડિસ્કો, નાિટ ક્લબને પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્ર
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે મુંબઇમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. એટલુ જ નહીં 19 થી 31 માર્ચ સુધી ફિલ્મ, સીરિયલ અને એડના શૂટિંગ કરવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે.
દિલ્હી
કેજરીવાલ સરકારે દિલ્હીમાં અધિકારીઓ સાથે બેઠક કરીને સ્કૂલ-કૉલેજો બંધી કરી દીધી છે. આઇપીએલ રમાડવાની પણ મંજૂરી આપી નથી. એમ્સે 9971876591 નંબર પણ ચાલુ કરી દીધો છે.
પંજાબ
પંજાબ સરકારે રાજ્યની યુનિવર્સિટીઓને 31 માર્ચ સુધી બંધ રાખવા આદેશ આપ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને હૉસ્ટેલમાં જવા માટે કહેવાયુ છે. ઉપરાંત બધી સ્કૂલો 31 માર્ચ સુધી બંધ રહેશે.
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીર સરકારે કોરોનાને ધ્યાનમાં રાખીને વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે એડવાઇઝરી જાહેર કરી દીધી છે. જે પ્રમાણે હવે વિદેશી ભક્તો આગામી 28 દિવસ સુધી યાત્રા નહીં કરી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion