શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં કોરોનાની દવાની કિંમત પોણા બે લાખ રૂપિયા, ભારતમાં મળે છે કેટલી સસ્તી ? જાણો વિગતે
કોરાનાની સારવાર માટે ઉપયોગમાં લેવાઈ રહેલી દવા રેમડેસિવીરની માંગ ખૂબજ વધી ગઈ છે. માંગ વધવાના કારણે કાળાબજારી પણ થવા લાગી છે. અહેવાલ પ્રમાણે દવાના એક વોયલ(vial) માટે દર્દીએ 30 થી 40 હજાર રુપિયા સુધી ચૂકવવા પડે છે.
નવી દિલ્હી: કોરોના વાયરસને દુનિયાભરના દેશોમાં કહેર વર્તાવ્યો છે, વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સીન બનાવવામાં લાગેલા છે, તેની વચ્ચે કોરાનાની સારવાર માટે ઉપયોગમાં લેવાઈ રહેલી દવા રેમડેસિવીરની માંગ ખૂબજ વધી ગઈ છે. માંગ વધવાના કારણે કાળાબજારી પણ થવા લાગી છે. અહેવાલ પ્રમાણે દવાના એક વોયલ(vial) માટે દર્દીએ 30 થી 40 હજાર રુપિયા સુધી ચૂકવવા પડે છે.
દવા સસ્તી મળે તે માટે રેમડેસિવીરની જેનરિક દવા પણ બનાવીને વેચવામાં આવી રહી છે. અમેરિકામાં આ દવાનો એક ડોઝ લગભગ 29 હજાર રૂપિયામાં પડી રહ્યો છે, જ્યારે ભારતમાં 5500 રુપિયાની આસપાસ છે. હાલમાં આ ડ્રગના જેનેરિક વર્ઝનને ભારતમાં બે કંપનીઓ બનાવી રહી છે.
રેમડેસિવીરને અમેરિકાની Gilead Sciences કંપનીએ ડેવલપ કરી છે. આ દવાની કિંમત અમીર દેશોમાં 2,340 ડોલર પ્રતિ દર્દી રાખવામાં આવી છે, એટલે કે પોણા બે લાખની આસપાસ કિંમત થાય છે. વિકાસશીલ અને ગરીબ દેશોમાં દવા સસ્તી મળી શકે તે માટે કંપનીએ 127 લો અને મિડલ ઈનકમવાળા દેશોમાં દવાની લાયસન્સ આપી છે. આગામી ત્રણ મહીના સુધી કંપની તમામ સપ્લાઈ અમેરિકાને આપશે. જ્યારે અન્ય દેશોમાં આ દવાનું જેનેરિક વર્ઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે ઘણી સસ્તી હશે.
ભારતમાં આ દવાઓની કિંમત આ રીતે છે. Cipla કંપનીની Cipremi દવાની કિંમત પ્રતિ વોયલ સંભવિત 4000 રૂપિયા છે. Hetero Labs કંપની દવા Covifor પ્રતિ વોયલ 5400 રૂપિયા છે. જ્યારે Mylan કંપનીની Desrem દવા પ્રતિ વોયલ 4800 રૂપિયા છે.
Gilead એ ભારતમાં Jubilant Life Sciences Ltd , Syngene International Ltd, Dr.Reddy’s Laboratories Ltd અને Zydus Cadila સાથે રેમડેસિવીર બનાવવા અને વેચવાનો કરાર કર્યો છે. ભારતમાં ત્રણ કંપનીઓ Hetero Labs, Cipla Ltd અને Mylan એ રેમડેસિવીરે જેનેરિક વર્ઝન લોન્ચ કર્યું છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશ (FDA) અનુસાર, જેનેરિક દવાઓ પોતાના બ્રાન્ડેડ વર્ઝનથી 80 થી 85 ટકા સસ્તી હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement