શોધખોળ કરો
Advertisement
Coronavirus: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 792 નવા કેસ, અત્યાર સુધી 300થી વધુનાં મોત
દિલ્હીમાં કુલ 303 મોત થયા છે. જ્યારે અત્યાર સુધી 7264 દર્દીઓ સાજા થયા છે.
નવી દિલ્હી: દેશની રાજધાનીમાં કોરોનાના કેસમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 હજારને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 792 નવા કેસ સામે આવ્યા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 15257 થઈ ગઈ છે.
દિલ્હીમાં કુલ 303 મોત થયા છે. જ્યારે અત્યાર સુધી 7264 દર્દીઓ સાજા થયા છે. હાલમાં દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસ 7690 છે. દિલ્હીમાં 250થી વધુ પોલીસકર્મી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 151767 થઈ ગઈ છે, જેમાંથી 83 હજાર એક્ટિવ કેસ છે અને 64425 દર્દી સ્વસ્થ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલય અનુસાર બુધવાર સુધી દેશમાં 4337 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement