શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના વાયરસ: ડૉક્ટરો માટે કેજરીવાલ સરકારે ફાઈવ સ્ટાર હોટલમાં 100 રૂમ બુક કર્યા
કેજરીવાલ સરકાર તરફથી પાંચ સ્ટાર હોટલ લલિતમાં 100 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ખતરનાક કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડૉક્ટરોને દિલ્હી સરકારે મોટી રાહત આપી છે. દિલ્હીની લોકનાયક હોસ્પિટલ અને જીબી પંત હોસ્પિટલમાં કામ કરી રહેલા ડૉક્ટરોને હવે દિલ્હીની લલિત હોટલમાં રાખવામાં આવશે. કેજરીવાલ સરકાર તરફથી પાંચ સ્ટાર હોટલ લલિતમાં 100 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમૈાં દિલ્હીના ઘણા વિસ્તારોમાં ડૉક્ટરોને મકાન માલિક તરફથી મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. આ એ ડૉક્ટેરો છે જે ઘણા દિવસોથી દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સેવામાં ડ્યૂટી પર છે. આ ડૉક્ટરોએ થોડા દિવસ પહેલા કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી ભાડાના મકાનોમાંથી મેડિકલ કર્મચારીઓ અને ડૉક્ટરોને હટાવનારા સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેજેરીવાલ સરકારે હોટલ લલિતમાં રૂમ બુક કર્યા છે, એટલે ડૉક્ટરોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ભારતમાં 1190 લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 29 લોકોના મોત થયા છે. જ્યારે 102 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓના 72 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે દિલ્હીમાં બે લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion