શોધખોળ કરો
કોરોનાનો કહેરઃ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે PM મોદી, રસીના વિતરણને લઈને થઈ શકે છે ચર્ચા
પહેલા તબક્કાની બેઠક સવારે 10 વાગ્યે થશે. જેમાં એવા આઠ રાજ્યોના મુખ્યમંત્રી જોડાશે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી આજે કોરોનાની સ્થિતિને લઈ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. સવારે અને બપોરે બે તબક્કામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક યોજાશે. પહેલા તબક્કાની બેઠક સવારે 10 વાગ્યે થશે. જેમાં એવા આઠ રાજ્યોના મુખ્યમંત્રી જોડાશે. જે રાજ્યમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ છે તેવા મહારાષ્ટ્ર, કેરળ, દિલ્લી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ એમ 8 રાજ્ય જોડાશે. આ રાજ્યો સાથેની બેઠકમાં PM મોદી કોરોનાથી બચવાના ઉપાય પર વાતચીત કરશે. ત્યારબાદ, બપોરે 12 વાગ્યાથી બાકી રાજ્યના મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રમુખો સાથે બેઠક યોજશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર મોદી તહેવારની સીઝન અને બાદમાં આવેલ કોરોનાની લહેર અને હાલની સ્થિતિની સમીક્ષા બેઠકમાં કરશે. સાથે જ કોરોની રસીનું વિતરણના મેનેજમેન્ટને લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રમુખો સાથે ચર્ચા કરશે. સૂત્રો અનુસાર પીએમ મોદી આ બેઠકમાં ભાર એ વાત પર મુકશે કે કોરોનાની રસી આગામી બે મહિનાની અંદર જનસામાન્યના રસીકરણ માટે ઉપલબ્ધ હશે. આ સ્થિતિમાં ત્યાં સુધી કોરોનાથી બચવાના ઉપાયોગનું કડકાઈથી પાલન કરવામાં આવે. કોરોનાથી બચવાના ઉપાયમાં બેદરકારીને રોકવા માટે કડક કાયદાકીય પગલા અને કડકાઈથી નિયમો લાગુ કરવા પડે તો તે સંબંધિત ઉપાયગ પણ કરવામાં આવશે.
વધુ વાંચો





















