શોધખોળ કરો
મોદી સરકારના વધુ એક મંત્રીનો આવ્યો કોરોના પોઝિટિવ, એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં થયા દાખલ
મેઘવાલ હાલ કેન્દ્રીય ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી તથા સંસદીય કાર્ય મંત્રી છે. તેઓ રાજસ્થાનની બીકાનેર લોકસભા સીટથી સાંસદ છે.
નવી દિલ્હીઃ મોદી સરકારના વધુ એક મંત્રીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલનો કોરોના પોઝિટિવ આયો છે. જે બાદ તેમને એઇમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. મેઘવાલ હાલ કેન્દ્રીય ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી તથા સંસદીય કાર્ય મંત્રી છે. તેઓ રાજસ્થાનની બીકાનેર લોકસભા સીટથી સાંસદ છે.
આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, તમિલનાડુના રાજ્યપાલ બનવારપી લાલ પુરોહિત પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. સ્વતંત્ર દેવ સિહં તેમના ઘરમાં કોરન્ટાઈન છે, જ્યારે બાકીના અન્ય નેતાઓ હોસ્પિટલમાં દાખલ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં આજે 24 કલાક દરમિયાન કોરોનાના 61,537 કેસ નોંધાયા હતા અને 933 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,88,612 પર પહોંચી છે અને 42,518 લોકોના મોત થયા છે. દેશમાં 14,27,006 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે અને 6,19,088 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
Advertisement