શોધખોળ કરો
Coronavirus: દેશમાં અત્યાર સુધી કેટલા લોકોનો કરવામાં આવ્યો ટેસ્ટ ? કેટલા લોકોની હાલત છે ગંભીર ? જાણો વિગતે
છેલ્લા પાંચ દિવસમાં 15,747 ટેસ્ટ પ્રતિ દિવસ કરવામાં આવ્યા છે. જ્યારે 80 ટકા કેસ ઓછા લક્ષણોવાળા છે. 20 ટકા દર્દીઓની હાલત ગંભીર છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું, આજ સુધી 8356 મામલા દેશભરમાં મળી આવ્યા છે. ગઈકાલથી આજ સુધીમાં 909 નવા મામલા સામે આવ્યા છે. 273 લોકોના મોત થયા છે અને 716 લોકો ઠીક થયા છે.
ICMRના ડો. મનોજ મુહરેકરના જણાવ્યા પ્રમાણે દેશભરમાં અત્યાર સુધીમાં 1,86,906 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. જેમાંથી 7953 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં 15,747 ટેસ્ટ પ્રતિ દિવસ કરવામાં આવ્યા છે. જ્યારે 80 ટકા કેસ ઓછા લક્ષણોવાળા છે. 20 ટકા દર્દીઓની હાલત ગંભીર છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, 9 એપ્રિલના આંકડા પ્રમાણે આપણે 1100 બેડની જરૂરિયાત હતી પરંતુ આપણી પાસે 85,000 બેડ હતા. આજે જ્યારે આપણે 1671ની બેડની જરૂરિયાત છે ત્યારે આપણી પાસે કોવિડ સમર્પિત 601 હોસ્પિટલમાં એક લાખ પાંચ હજાર બેડ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement