શોધખોળ કરો
Corona Update: દેશમાં પ્રથમ વખત એક દિવસમાં નોંધાયા 29 હજારથી વધારે કેસ, મૃત્યુઆંક 24 હજારને પાર
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 2,67,665 કેસ નોંધાય છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં પ્રથમ વખત કોરોનાના 29,000થી વધારે કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે પોણા સવા નવ લાખને પાર કરી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 582 લોકોના મોત થયા છે અને 29,429 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,26,181 પર પહોંચી છે અને 24,309 લોકોના મોત થયા છે. 5,92,032 લોકો સાજા થઈ ગયા છે અને 3,19,681 એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 2,67,665 કેસ નોંધાય છે. જે પછી તમિલનાડુમાં 1,47,324, દિલ્હીમાં 1,15,346, કર્ણાટકમાં 44,077, ગુજરાતમાં 43,637 કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોનાથી ઠીક થવાનો સરેરાશ રિકવરી રેટ 63 ટકા છે. 20 રાજ્યોમાં રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. ગુજરાતમાં 70 ટકા, ઓડિશામાં 67 ટકા, આસામમાં 65 ટકા, તમિલનાડુમાં 65 ટકા, ઉત્તરપ્રદેશમાં 64 ટકા રિકવરી રેટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement