શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના આ નેતા સામે કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું, નામ જાણીને ચોંકી જશો
કોંગ્રેસના નેતા શશિ થરૂર પર પોતાની એક બુકમાં હિન્દુ મહિલાઓ સામે લખવાનો અને માનહાનિ કરવાનો આરોપ છે. આ મુદ્દે કોર્ટની નોટિસ છતાં પણ શશિ થરૂર હાજર થયા ન હતા
નવી દિલ્હી: તિરુવનંતપુરમથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ શશિ થરૂર સામે ત્રિવેન્દ્રમની એક કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું છે. નોંધનીય છે કે, કોર્ટે આ વોરંટ શશિ થરૂરની એક બુકમાં હિન્દુ મહિલાઓને કથિત રૂપથી બદનામ કરવા માટે તેમના સામે દાખલ થયેલા એક મામલાના સંબંધમાં જાહેર કર્યું છે.
કોંગ્રેસના નેતા શશિ થરૂર પર પોતાની એક બુકમાં હિન્દુ મહિલાઓ સામે લખવાનો અને માનહાનિ કરવાનો આરોપ છે. આ મુદ્દે કોર્ટની નોટિસ છતાં પણ શશિ થરૂર હાજર થયા ન હતા અને તેમની તરફથી કોઈ વકીલ પણ હાજર થયો ન હતો. ત્યાર બાદ કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું છે.
કોર્ટનો નિર્ણય આવ્યા બાદ શશિ થરૂરના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, મીડિયામાંથી ધરપકડ વોરંટ ઈશ્યૂ થવાની જાણકારી મળી હતી. અમને થોડા દિવસો પહેલા કોર્ટનું સમન્સ મળ્યું હતું. વોરંટ પર ઉપસ્થિત થવાનો સમય હતો પણ તારીખ આપવામાં આવી ન હતી.Kerala: A Trivandrum Court has issued an arrest warrant for Congress MP Shashi Tharoor in connection with a case filed against him for allegedly defaming Hindu women in one of his books. (file pic) pic.twitter.com/DHrA3tTgiK
— ANI (@ANI) December 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement