Covid-19: કોરોના મહામારીને લઈ આદર પૂનાવાલાએ કરી રાહતરૂપ 'ભવિષ્યવાણી'
અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોવિડ-19નો વર્તમાન સ્ટ્રેન માઈલ્ડ છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એ કોવેક્સ રસીના 5-6 મિલિયન ડોઝનું ઉત્પાદન કર્યું છે.
Serum Institute CEO Adar Poonawalla : કોરોના ધીમે ધીમે ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કેસોમાં વધારો થયો છે. આગામી સમયમાં કોરોના મહામારી વધારે વિકરાળ બનશે તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની વેક્સીન બનાવનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કોરોનાના વર્તમાન વેરિએંટને લઈને મહત્વની જાણકારી આપી છે.
અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે કોવિડ-19નો વર્તમાન સ્ટ્રેન માઈલ્ડ છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એ કોવેક્સ રસીના 5-6 મિલિયન ડોઝનું ઉત્પાદન કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,193 નવા COVID-9 કેસ નોંધાયા છે. ચેપના સક્રિય કેસોની સંખ્યા હવે વધીને 67,556 થઈ ગઈ છે.
અદાર પૂનાવાલાએ કોરોના મહામારીને લઈને રાહત આપતું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, હાલનો કોવિડ બહુ ગંભીર નથી. તે માત્ર એક માઈલ્ડ સ્ટ્રેન છે. માત્ર સાવચેતીના પગલા રૂપે વડીલો બૂસ્ટર ડોઝ સપ્લિમેન્ટ્સ લઈ શકે છે, પરંતુ તે તેમની પસંદગી હશે કે તેઓ તેને લેવા માગે છે કે નહીં. Covaxના 5 થી 6 મિલિયન ડોઝ ઉપલબ્ધ છે. અમે આગામી 2 થી 3 મહિનામાં સમાન માત્રામાં કોવિશિલ્ડ સપ્લીમેન્ટ્સનું ઉત્પાદન પણ કરીશું તેમ તેમને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં XBB.1.16નો ખતરો વધ્યો
મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય બુલેટિન અનુસાર, Omicronના XBB.1.16 પ્રકાર હાલમાં રાજ્યમાંડોમિનેંટ સ્ટ્રેન છે. કેન્દ્રએ શુક્રવારે 8 રાજ્યો, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રને દરેક ક્ષેત્રમાં કડક તકેદારી રાખવા અને ચેપના કોઈપણ ઉભરતા સ્ટ્રેનને નિયંત્રિત કરવા કડક પગલાં લેવા જણાવ્યું હતું. અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, અમે અમેરિકા અને યુરોપમાં કોવેક્સ પ્રદાન કરી રહ્યા છીએ. ભારતમાં બનેલી આ એકમાત્ર કોવિડ રસી છે જેને અમેરિકા અને યુરોપમાં મંજૂરી આપવામાં આવી છે. હાલમાં તેની માંગ ઘણી ઓછી છે.
દિલ્હીમાં 8 લોકોના મોત
શુક્રવારે દિલ્હીમાં 1,758 નવા કેસ સામે આવ્યા છે. 8 લોકોના મોત. જ્યારે 1,374 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. હરિયાણામાં 1,348 નવા કેસ મળી આવ્યા છે, 979 લોકો સાજા થયા છે. હાલમાં રાજ્યમાં 5,491 સક્રિય કેસ છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 993 નવા કેસ મળી આવ્યા છે. ત્યાં 1197 લોકો સાજા થયા છે. રાજ્યમાં અત્યારે 5,970 એક્ટિવ કેસ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 988 નવા કેસ સામે આવ્યા છે. અહીં સક્રિય કેસ 4691 થઈ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં, 772 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 584 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 2986 થઈ ગઈ છે. તે જ સમયે, 2 દર્દીઓના મૃત્યુ પણ થયા હતા. હાલમાં, છત્તીસગઢમાં સકારાત્મકતા દર વધીને 9.50 ટકા થઈ ગયો છે. પંજાબમાં 389 કોરોના સંક્રમિત મળી આવ્યા છે.