શોધખોળ કરો
Coronavirus: દિલ્હીમાં 508 નવા કેસ, પોઝિટિવ કેસની સંખ્યા 13 હજારને પાર
દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 13 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાલમાં 508 નવા કેસ નોંધાયા છે,

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 13 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાલમાં 508 નવા કેસ નોંધાયા છે, જ્યારે 273 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 6540 લોકો કોરોનાના સંક્રમણથી સ્વસ્થ થયા છે. દિલ્હી સરકાર દ્વારા ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરતા દિલ્હી હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી સરકાર તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં અત્યાર સુધીમાં 13418 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 6540 લોકો સારવાર લીધા બાદ સ્વસ્થ થયા છે. કુલ કેસમાંથી 6617 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 261 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવવમાં આવ્યું છે કે દિલ્હીમાં 1995 હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે જ 490 કોવિડ કેસ સેન્ટર, 101 કોવિડ હેલ્થ સેન્ટર અને 3 હજાર 314 હોમ આઈસોલેશનની વ્યવસ્થા દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી છે.
વધુ વાંચો





















