શોધખોળ કરો

ગોવા કોરોના મુક્ત હોવાના દાવા પર ઉઠ્યા સવાલ, વિપક્ષ અને નિષ્ણાંતોએ કહ્યું- વધુ ટેસ્ટિંગ જરૂરી

ગોવામાં અત્યાર સુધી 826 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 780નો રિપોર્ટ આવ્યો છે. જેમાંથી 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. સારવાર બાદ તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા ગોવાને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું છે.

નવી દિલ્હી: ગોવાને રવિવારે કોરોના વાયરસ મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સાતમાં અને અંતિમ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. જો કે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો અને વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે, કોરોનાની યોગ્ય સ્થિતિનું આકલન કરવા માટે યોગ્ય માત્રામાં ટેસ્ટ થવું ખૂબજ મહત્વપૂર્ણ છે. ગોવામાં અત્યાર સુધી 826 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 780નો રિપોર્ટ આવ્યો છે. જેમાંથી 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાત પૈકી 6 લોકો વિદેશથી પરત ફર્યા હતા. સોમવારે કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રાલયના આરોગ્ય સચિવ લવ અગ્રવાલે ગોવાને કોરોના ફ્રી હોવાની જાણકારી આપી હતી. બીજી તરફ ગોવા કૉંગ્રેસના નેતા ગિરીશ ચોડાનકરે કહ્યું કે 0.04 ટકાની આબાદીની તપાસ કરવામાં આવી છે. એવામાં ગોવાને કોરોના મુક્ત કહેવું ઉતાવળ હશે. તેમણે કહ્યું કે, સરકારી આંકડા અનુસાર 22 માર્ચથી 19 એપ્રિલ વચ્ચે માત્ર 0.04 ટકા લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ગોવાની વસ્તી 16 લાખ છે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, 2158 લોકો ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જ્યારે માત્ર 780 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. બાકી અન્ય લોકોનો ટેસ્ટ કરવામાં કેમ નથી આવ્યા. દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે એવામાં ગોવાને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે અને રાજ્ય સરકારના દાવા પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. ગોવા એવો પ્રદેશ છે જ્યાં લાખો પ્રયટકો દેશ વિદેશની આવતા રહે છે અને લોકડાઉન પહેલા મોટી સંખ્યામાં વિદેશીઓ અહીં આવ્યા હશે. ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો રહ્યો છે, સંક્રમતિ દર્દીઓની સંખ્યા 18 હજારને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 590 લોકોનાં મોત થયા છે. 14 હજારથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે.

ટોપ સ્ટોરી

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Embed widget