શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ CRPF ના સબ ઈન્સ્પેક્ટરે ઈન્સ્પેક્ટરને મારી ગોળી, બાદમાં કરી લીધી આત્મહત્યા, બંનેના મોત
આ ઘટના દિલ્હીના તુગલક રોડ વિસ્તારના લોધી એસ્ટેટમાં સરકારી કોઠી નંબર 61ની છે.
નવી દિલ્હીઃ દિલ્હીની વીઆઈપી વિસ્તારમાં સીઆરપીએફના બે જવાનોનું પરસ્પર વિવાદમાં મોત થયું છે. જાણકારી મુજબ, CRPFxના સબ ઈન્સ્પેક્ટર કરનૈલ સિંહે ઈન્સ્પેક્ટર દશરથ સિંહને ગોળી મારી હતી અને બાદમાં ખુદને ગોળી મારી આત્મહત્યા કરી હતી.
આ ઘટના દિલ્હીના તુગલક રોડ વિસ્તારના લોધી એસ્ટેટમાં સરકારી કોઠી નંબર 61ની છે. પોલીસને શુક્રવારે મોડી રાતે ફાયરિંગની જાણકારી મળી હતી. જાણકારી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી, જ્યાં તેમને બંને જવાનોના શબ જમીન પર પડેલા જોવા મળ્યા હતા.
હાલ આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. બંને જવાનો વચ્ચે એવું શું થયું હતું તે હજુ જાણી શકાયું નથી. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement