શોધખોળ કરો

Cyclone Montha Update: વાવાઝોડુ મોંથા ઝડપથી વધી રહ્યું છે આગળ, આ રાજ્યોમાં એલર્ટ જાહેર

Cyclone Montha: ચક્રવાત મોંથા કારણે અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. સેનાની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે

Cyclone Montha:રવિવારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા  વધુ તીવ્ર બનીને વધુ ગંભીર લો પ્રેશર એરિયામાં  ફેરવાઈ ગયું. તે ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે ઓડિશા સરકારે તમામ 30 જિલ્લાઓને એલર્ટ પર રાખ્યા છે. પશ્ચિમ બંગાળ વાવાઝોડાથી પ્રભાવિત થશે. દરમિયાન, આંધ્રપ્રદેશ સરકારે ચક્રવાત મોંથા આગમનની અપેક્ષાએ રાહત અને આવશ્યક પુરવઠા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સેનાની ટીમો પણ એલર્ટ પર છે.

જાણો આ વાવાઝોડું ક્યારે ત્રાટકશે

ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, આ વાવાઝોડું મંગળવાર (28 ઓક્ટોબર) ની સાંજે અથવા રાત્રે કાકીનાડાની આસપાસ, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થવાની સંભાવના છે, જેમાં મહત્તમ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન  વિભાગે જણાવ્યું હતું કે, 28 અને 29 ઓક્ટોબરે ઓડિશામાં ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદ પડશે.

રેડ અને ઓરેંજ એલર્ટ જાહેર

IMD આઇએમડીએ ઓડિશાના અનેક દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓ માટે   રેડ એલર્ટ, ઓરેંજ એલર્ટ  અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે. કેટલાક સ્થળોએ 20 સેન્ટિમીટરથી વધુ વરસાદ પડવાની આગાહી છે. ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ 30 જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, અને કર્મચારીઓ અને મશીનરી બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર છે.

સરકારી કર્મચારીઓની રજાઓ રદ

ઓડિશાના મંત્રીએ જણાવ્યું હતું કે, મોંથાની તીવ્રતાને જોતા  તે અનેક જિલ્લે પ્રભાવિત કરી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠા અને દક્ષિણ પ્રદેશોના 15 જિલ્લાઓ ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના છે. દરમિયાન, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દક્ષિણ અને દરિયાકાંઠાના પ્રદેશોના આશરે સાત જિલ્લાઓએ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી છે.

NDMA ટીમ સેના સાથે એલર્ટ પર છે

ઝડપી ગતિએ વધી રહેલા ચક્રવાતી વાવાઝોડા 'મોન્થા'ને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. મધ્ય-પૂર્વીય અરબી સમુદ્ર અને દક્ષિણપૂર્વીય બંગાળની ખાડીમાં રચાયેલી બે અલગ-અલગ હવામાન પ્રણાલીઓ આગામી 48 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને તેવી શક્યતા છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) અને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

ચક્રવાતી વાવાઝોડું તીવ્ર બનવાની શક્યતા

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, "આગામી 24 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણપશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનવાની શક્યતા છે. તે ઉત્તરપશ્ચિમ તરફ, પછી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાવાની શક્યતા છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

Embed widget