શોધખોળ કરો
Advertisement
દાઉદ ઈબ્રાહિમના ભાણિયાના મુંબઈમાં લગ્ન, પોલીસ અને જાસૂસી એન્જસીઓની રહેશે નજર
મુંબઈ: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના ભાણિયાના 17 ઓગસ્ટે મુંબઈમાં લગ્ન છે. પરંતુ આ લગ્નમાં દાઉદ હાજર રહેશે નહીં, પરંતુ પોલીસ સૂત્રોનું કહેવું છે કે, દાઉદ સ્કાઈપ મારફતે દાઉદ લગ્નને જોઈ શકે છે. મુંબઈની એક જાણીતી ફાઈવસ્ટાર હોટલમાં તેનું રિસેપ્શન રાખવામાં આવ્યું છે, જેમાં દાઉદનો ભાઈ ઈકબાલ કાસકર શરીફ હાજર રહેશે. આ લગ્ન પર મુંબઈ પોલીસની પણ નજર છે. અગાઉ પણ દાઉદના એક ભાણિયા દાનિશના મુંબઈમાં લગ્ન થયા હતા. જેમાં ડી કંપની સાથે સંબંધ ધરાવતા ઘણાં લોકો હાજર રહ્યા હતા.
એબીપી ન્યૂઝના હાથે અલીશાહ પારકરના લગ્નનું નિમંત્રણ કાર્ડ મળ્યું છે. અલીશાહ દાઉદની સ્વર્ગસ્થ બહેન હસીના પારકરનો નાના પુત્ર છે. હસીના પારકરની આજથી 2 વર્ષ પહેલા મુંબઈના ડોંગરી વિસ્તારમાં હાર્ટઅટેકના કારણે મોત થયું હતું. અલીશાહના પિતા ઈબ્રાહિમ પારકરની 90ના દશકમાં અરૂણ ગવલી ગેંગે ગેંગવારમાં હત્યા કરી નાંખી હતી. દાઉદનો આ ભાણિયો દક્ષિણ મુંબઈના નાગપાડા વિસ્તારના ગૉર્ડન હૉલ એપાર્ટમેંટના ફ્લેંટમાં રહે છે જે તેની માં હસીનાના નામે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement