શોધખોળ કરો

શાળા કોલેજો, શોપિંગ મોલ બંધ રાખવા અંગે મોદી સરકાર લેશે બહુ મોટો નિર્ણય, જાણો ક્યાં સુધી રખાશે બંધ?

14 એપ્રિલ પછી લૉકડાઉન લંબાવવામાં ન આવે તો પણ શાળા કોલેજ, શોપિંગ મૉલ અને ધાર્મિક ગતિવિધિઓ બંધ રાખવી જોઈએ એવી ભલામણ કરાઈ છે.

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જાય છે ત્યારે શાળા કોલેજો, શોપિંગ મૉલ અને ધાર્મિક કાર્યક્રમો 15 મે સુધી બંધ રાખવાનો નરેન્દ્ર મોદી સરકારે નિર્ણય લીધો હોવાનું સૂત્રો જણાવે છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ 19ને લગતી બાબતો પર નજર રાખવા રચાયેલા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) દ્વારા  શાળા કોલેજ, શોપિંગ મૉલ અને ધાર્મિક કાર્યક્રમો પર 15 મે સુધી પ્રતિબંધ મૂકવાની ભલામણ કરાઈ છે. મોદી સરકારે આ ભલામણ સ્વીકારી હોવાનું સૂત્રો જણાવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ 14 એપ્રિલ પછી લૉકડાઉન લંબાવવામાં ન આવે તો પણ શાળા કોલેજ, શોપિંગ મૉલ અને ધાર્મિક ગતિવિધિઓ બંધ રાખવી જોઈએ એવી ભલામણ કરાઈ છે. આ ઉપરાંત ધાર્મિક કેન્દ્રો અને શોપિંગ મૉલ જેવાં જાહેર સ્થળોએ  ભેગી થયેલી ભીડ પર ડ્રોન દ્વારા દેખરેખ રાખવાની ભલામણ મોકલવામાં આવી છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતા હેઠળ રચાયેલા જીઓએમમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ છે. તેમણે આ મુદ્દે ચર્ચા કરી હતી. આ ચર્ચા પછી મંત્રીઓ એવા તારણ પર પહોંચ્યા હતા કે ધાર્મિક કેન્દ્રો, શોપિંગ મોલ અને શૈક્ષણિક સંસ્થાને 14 એપ્રિલ પછી પણ ચાર સપ્તાહ સુધી સામાન્ય રીતે કામકાજ કરવા દેવું જોઈએ નહીં. મે મહિનામાં ગરમીના વેકેશનને કારણે મોટાભાગની શાળા અને કોલેજો જૂનના અંત સુધી બંધ જ રહેતી હોય છે. આ જીઓએમએ દેશમાં કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા પછી કરેલી ભલામણો વડાપ્રધાનને મોકલી દીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
Embed widget