શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અયોધ્યા પર ચુકાદા બાદ રાજનાથસિંહે કહ્યું- યૂનિફોર્મ સિવિલ કોડનો સમય આવી ગયો છે
રાજનાથસિંહે કહ્યું, અયોધ્યા પર માનનીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઐતિહાસિક છે. હું તમામ લોકોને આ ચુકાદાને સમાનતા અને ઉદારતાથી સ્વીકાર કરવા આગ્રહ કરું છું
નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે યૂનિફોર્મ સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું છે. રક્ષામંત્રીને જ્યારે યૂનિફોર્મ સિવિલ કોડ અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે હવે તેનો સમય આવી ગયો છે. અયોધ્યા પર આવેલા ચુકાદાને લઈને કહ્યું આ લેન્ડમાર્ક ડિસીઝન છે અને કોર્ટના નિર્ણયનું સન્માન થવું જોઈએ.
રક્ષામંત્રી ઉત્તરાખંડ રાજ્યના 20મા સ્થાપના દિવસ સમારોમાં ભાગ લેવા દહેરાદૂન પહોંચ્યા હતા. અહીં રાજનાથસિંહે કહ્યું, અયોધ્યા પર માનનીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઐતિહાસિક છે. હું તમામ લોકોને આ ચુકાદાને સમાનતા અને ઉદારતાથી સ્વીકાર કરવા આગ્રહ કરું છું
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટ સોમવારે યૂનિફોર્મ સિવિલ કોડ સાથે સંબંધિત કેટલીક અરજી પર સુનાવણી કરશે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ સી હરિશંકરની ખંડપીઠ પણ 15 નવેમ્બરે આ મામલે સુનાવણી કરશે.
યૂનિફોર્મ સિવિલ કોડ શું છે ?
દેશનના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો જેમાં કોઈ ધર્મ કે જાતિ ના હોય. સંવિધાનના અનુચ્છેદ 44માં સમાન નાગરિક સંહિતાની ચર્ચા છે. સંવિધાનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના તમામ રાજ્યોમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા આપવાનો પ્રયાસ રહેશે. હાલમાં હિંદુ, મુસ્લિમ અને ઇસાઈઓ માટે અલગ અલગ નિયમો છે.
હિંદુ, સિખ, જૈન અને બૌદ્ધ પર હિંદુ કોડ બિલ કાયદો લાગુ પડે છે. મુસ્લિમ, ઇસાઈ અને પારસી સમુદાયના પોત પોતાના પર્સનલ લૉ છે. હાલમાં લગ્ન, તલાક, સંપત્તિ અને બાળક ગોદ લેવા મામલે તમામ ધર્મોના લોકો પોત પોતાના પર્સનલ લૉનું પાલન કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion