શોધખોળ કરો
Advertisement
કેજરીવાલ સરકારનો વધુ એક મોટો નિર્ણય, દિલ્હીમાં મોહલ્લા માર્શલ તૈનાત કરશે
કેજરીવાલ સરકાર હવે ચૂંટણી વચનો પૂરા કરતા જલ્દીજ દિલ્હીમાં મોહલ્લા માર્શલ તૈનાત કરવાની જાહેરાત કરી શકે છે.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પોતાના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ મહિલા સુરક્ષાની દિશામાં એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. કેજરીવાલ સરકાર હવે ચૂંટણી વચનો પૂરા કરતા જલ્દીજ દિલ્હીમાં મોહલ્લા માર્શલ તૈનાત કરવાની જાહેરાત કરી શકે છે. આ પહેલા કેજરીવાલ સરકારે મહિલાઓની સુરક્ષા માટે ડીટીસી બસોમાં માર્શલની તૈનાત કરી હતી.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ સાથે મુલાકાત કરી હતી. મીટિંગ દરમિયા મંત્રી ગૌતમે મોહલ્લા માર્શલ તૈનાત કરવા પર મંજૂરી આપી દીધી છે. આ દરમિયાન એસસી અને એસટી સમાજની મહિલાઓ માટે વેલફેર સેલ બનાવવાની યોજના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી મહિલા આયોગ બુરાડી વિસ્તારમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે સિવિલ ડિફેન્સ અધિકારીઓ સાથે મળીને મોહલ્લા માર્શલ નિયુક્ત કર્યા હતા. જેનું પરિણામ સંતોષકારક મળ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પણ આદ આદમી પાર્ટી તમામ વિસ્તારોમાં મહિલાઓની સુરક્ષા માટે મોહલ્લા માર્શલ તૈનાત કરવાનું વચન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement