Delhi Election Results 2025 Live: દિલ્લીમાં 27 વર્ષ બાદ ખીલ્યુ કમળ, ઝાડુના તણખલા વિખેરાયા
Delhi Assembly Election Results 2025 Live:દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. એબીપી અસ્મિતા તમને દરેક ક્ષણના અપડેટ્સ આપશે. સૌથી ઝડપી અને સચોટ પરિણામો માટે લાઇવ બ્લોગ સાથે જોડાયેલા રહો.

Background
બદરપુર બેઠક પરથી AAP આગળ
AAPના રામ સિંહ નેતાજી દિલ્હીની બદરપુર વિધાનસભા બેઠક પરથી 25 હજારથી વધુ મતોના અંતરથી આગળ છે. તે જ સમયે, ભાજપના નારાયણ દત્ત શર્મા પાછળ છે. તમને જણાવી દઈએ કે, આ સીટ ભાજપે જીતેલી 8 સીટોમાંથી એક હતી, જેના પર હવે આમ આદમી પાર્ટી આવતી જોવા મળી રહી છે
આતિશી કાલકાજીમાંથી જીતી
કાલકાજી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિષીએ જીત મેળવી છે. અહીંથી ભાજપના રમેશ બિધુરી અને કોંગ્રેસના અલકા લાંબા મેદાનમાં હતા.
આતિશી કાલકાજીમાંથી જીતી
કાલકાજી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિષીએ જીત મેળવી છે. અહીંથી ભાજપના રમેશ બિધુરી અને કોંગ્રેસના અલકા લાંબા મેદાનમાં હતા.
Delhi Election Result: સત્યેન્દ્ર જૈનનો પણ પરાજય
શકુરબસ્તી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સત્યેન્દ્ર જૈન હારી ગયા છે. ભાજપના કરનૈલ સિંહ લગભગ 21 હજાર મતોની સરસાઈથી જીત્યા છે.
Delhi Election Result: સંગમ વિહારમાં ભાજપની જીત થઈ
Delhi Election Result:ચંદન કુમાર ચૌધરી સંગમ વિહાર વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. આમ આદમી પાર્ટીના દિનેશ મોહનિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં જીત અને હાર વચ્ચેનો તફાવત માત્ર 344 મતનો હતો.