શોધખોળ કરો
Advertisement
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના પોઝિટીવ, ટ્વિટ કરી આપી જાણકારી
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ વાતની જાણકારી તેમણે ટ્વિટ કરી આપી હતી.
નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ વાતની જાણકારી તેમણે ટ્વિટ કરી આપી હતી. તેમણે કહ્યું કે, થોડો તાવ આવ્યા બાદ આજે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હું સેલ્ફ આઇસોલેશનમાં છું.
સિસોદિયાએ કહ્યું કે, હાલમાં તાવ કે અન્ય કોઇ પરેશાની નથી. હું પુરી રીતે સ્વસ્થ છું. તમારી દુઆઓથી જલદી સંપૂર્ણ સ્વસ્થ થઇને કામ પર પાછો ફરીશ.
તે સિવાય આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યો ગિરિશ સોની, પ્રમીલા ટોકસ અને વિશેષ રવિ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. દિલ્હી વિધાનસભાના ત્રણ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement