(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીના ઉપરાજ્યપાલે કેજરીવાલની ઓફિસના ડેપ્યુટી સેક્રેટરી અને બે એસડીએમને કર્યા સસ્પેન્ડ
મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા પ્રકાશ ચંદ્ર ઠાકુર, હર્ષિત જૈન, એસડીએમ વસંત વિહાર અને દેવેન્દ્ર શર્મા, એસડીએમ વિવેક વિહારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (Vinai Kumar Saxena)એ ભ્રષ્ટાચારના આરોપમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઓફિસમાં કામ કરતા એક ડેપ્યુટી સેક્રેટરી અને બે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM)ને સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી હતી.
તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા પ્રકાશ ચંદ્ર ઠાકુર, હર્ષિત જૈન, એસડીએમ વસંત વિહાર અને દેવેન્દ્ર શર્મા, એસડીએમ વિવેક વિહારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે અનુશાસનાત્મક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ઉપરાજ્યપાલ Vinai Kumar Saxena ની ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ પોલિસી દર્શાવે છે અને સરકારમાં અખંડિતતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે સોમવારે કાલકાજી એક્સ્ટેંશનમાં EWS ફ્લેટના બાંધકામમાં ખામીઓ જણાતા દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના બે સહાયક એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દીધા હતા.
જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ