શોધખોળ કરો
મિસ્ત્રીને હટાવ્યા બાદ ટાટા ગ્રુપના HR હેડ એન.એસ. રાજને પણ રાજીનામું આપ્યું

મુંબઇઃ ટાટા સમૂહના ચેરમેન પદથી સાઇરસ મિસ્ત્રી દૂર કર્યા બાદ અમુક જ દિવસોમાં સમૂહના માનવ સંસાધન વિભાગના મુખ્ય HR એન.એસ. રાજને પણ રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. રાજન, મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવેલ સમૂહ કાર્યકારી પરિષદના સભ્ય હતા. સોમવારે મિસ્ત્રીને દૂર કર્યા બાદ પરિષદને પણ ભંગ કરી દેવામાં આવી હતી. ટાટા સમૂહની વેબસાઇટ પરથી પણ આની સાંથે સંબંધ ધરાવતા તમામ માહિતી હટાવી દેવામાં આવી છે.
Before You Go
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય





















