(Source: ECI/ABP News/ABP Majha)
Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસમાં કેન્દ્રીય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-ભણેલી છોકરીઓ જ જવાબદાર
કેન્દ્રીય મંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, યુવતીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આવુ કેમ કરી રહી છે? શિક્ષિત છોકરીઓ જ આ માટે જવાબદાર છે. કારણ કે માતા અને પિતા બંનેએ આ સંબંધોને સ્વિકાર્યા નહોતા.
Controversial Statement: દિલ્હીમાં શ્રદ્ધા નામની એક યુવતીને તેના લિવ-ઈન પાર્ટનર આફતાબે ભયાનક રીતે મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. આ ઘટના બાદ લોકોમાં ભારોભાર રોષ છે. હવે કેન્દ્રીય મંત્રીએ આ માલે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. મંત્રીએ શિક્ષિત છોકરીઓ અનેલિવ-ઈન રિલેશનશીપને લઈને ટિપ્પણી કરી છે.
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે શ્રદ્ધા મર્ડર કેસ માટે શિક્ષિત યુવતીઓ અને લિવ-ઈન રિલેશનને જ જવાબદાર ઠેરવ્યા છે. તેમના આ નિવેદનની ભારોભાર નિંદા કરવામાં આવી રહી છે. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌશલ કિશોરને મંત્રી પદેથી હટાવવાની માંગણી કરી છે.
કેન્દ્રીય મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે શ્રદ્ધા મર્ડર કેસના સંદર્ભમાં કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ એ તમામ યુવતીઓ સાથે ઘટી રહી છે જે વધારે શિક્ષિત છે અને પોતે સ્પષ્ટવાદી હોવાનું ધારી બેસે છે. આ યુવતીઓને લાગે છે કે, તેઓ પોતાના ભવિષ્યનો નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. તેમણે શ્રદ્ધા હત્યાકાંડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેઓ (છોકરીઓ) લીવ-ઈનરિલેશનશિપમાં કેમ રહે છે? જો તેમને આમ કરવું જ હોય તો લિવ-ઈન રિલેશનશિપ માટે યોગ્ય નોંધણી થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, જો માતા-પિતા આ પ્રકારના સંબંધો માટે સાર્વજનિક રીતે તૈયાર નથી તો તમારે કોર્ટ મેરેજ કરી અને પછી સાથે રહેવું જોઈએ.
શિક્ષિત છોકરીઓને મંત્રીજીની શિખામણ
કેન્દ્રીય મંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, યુવતીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આવુ કેમ કરી રહી છે? શિક્ષિત છોકરીઓ જ આ માટે જવાબદાર છે. કારણ કે માતા અને પિતા બંનેએ આ સંબંધોને સ્વિકાર્યા નહોતા. શિક્ષિત છોકરીઓએ આ પ્રકારના સંબંધોમાં ના પડવું જોઈએ.
પ્રિયંકાએ કરી આકરી ટીકા
શિવસેનાની સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મામલે ટ્વિટ કરી મંત્રી કૌશલ કિશોરની આકરી ઝાટકણી કાઢી હતી. પ્રિયંકાએ ટ્વિટ કરીકહ્યું હતું કે, આશ્વર્યજનક છે કે, મંત્રીએ એમ ના કહ્યું કે, આ દેશમાં જન્મ લેવા બદલ પણ છોકરીઓ જ જવાબદાર છે. શરમજનક, હ્રદયહીન અને ક્રુર... તમામ સમસ્યાઓ માટે મહિલાઓને દોષ દેવાની માનસિકતા વિકસી રહી છે. તેમણે અન્ય એક ટ્વિટ્માં કહ્યું હતું કે, જો @PMOIndia વાસ્તવમાં જ મહિલા શક્તિને લઈને જે કહી રહ્યાં છે આ કેન્દ્રીય મંત્રીને તુરંત બરખાસ્ત કરવામાં આવે. અમે મહિલાઓ સમાજમાં આ પ્રકારના પિતૃસત્તાત્મક બકવાસનો બોઝ ઉઠાવવા માટે પર્યાપ્ત છીએ.