Embassy Blast: દૂતાવાસ પાસે વિસ્ફોટ બાદ ઇઝરાયલે જાહેર કરી એડવાઇઝરી, યહુદી-ઇઝરાયલી નાગરિકોને શું અપાઇ સલાહ?
Embassy Blast: ઈઝરાયલે યહૂદીઓ અને પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને સંભવિત ખતરાથી બચવા સાવધાન રહેવા કહ્યું છે.
Embassy Blast: નવી દિલ્હીમાં ઈઝરાયલની એમ્બેસી પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ભારતમાં પોતાના નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. ઈઝરાયલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈઝરાયલે યહૂદીઓ અને પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે અને સંભવિત ખતરાથી બચવા સાવધાન રહેવા કહ્યું છે. નોંધનીય છે કે ઈઝરાયલની એમ્બેસી નવી દિલ્હીના ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવમાં સ્થિત છે.
Delhi Police receives call of 'blast' near Israel Embassy, Special Cell officials on spot
— ANI Digital (@ani_digital) December 26, 2023
Read @ANI Story | https://t.co/kx3ejJPW2e#DelhiPolice #IsraelEmbassy #SpecialCell #blast pic.twitter.com/agCOl4WZwb
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર પણ ચેતવણી આપી છે
ઇઝરાયલ દૂતાવાસના પ્રવક્તા ગાઇ નીરનું કહેવું છે કે દૂતાવાસની નજીક સાંજે લગભગ 5:48 વાગ્યે વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસ અને સુરક્ષા ટીમ આ મામલે તપાસ કરી રહી છે. હુમલામાં કોઈને ઈજા થઈ નથી. ઈઝરાયલે પોતાના નાગરિકોને સાવધાન રહેવા કહ્યું છે. યહૂદી નાગરિકોને મોલ અને બજારો જેવા ભીડવાળા સ્થળોએ ન જવાની સલાહ આપવામાં આવી છે. લોકોને રેસ્ટોરાં, હોટલ, પબ અને અન્ય સ્થળો સહિત જાહેર સ્થળોએ સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. યહૂદીઓને ગ્રુપમાં એકસાથે ક્યાંય જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ક્યાંય જાય તો તમારી ઓળખ સામાન્ય લોકો સાથે શેર ન કરો અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાનું ટાળો.
Today at 5:53 pm, a PCR call was received conveying the information that a loud sound was heard from the back side of the Israel Embassy. Considering the sensitivity of the location and the mention of explosion-type sound, senior officers rushed to the location. In close…
— ANI (@ANI) December 26, 2023
જાણો શું છે સમગ્ર મામલો
દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે દિલ્હી પોલીસને મંગળવારે સાંજે લગભગ 5.45 વાગ્યે દૂતાવાસ પાછળ વિસ્ફોટની માહિતી મળી હતી. આ માહિતી ઈઝરાયલ એમ્બેસીના સુરક્ષા ગાર્ડે આપી હતી. તેણે 100 મીટર દૂર વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. માહિતી બાદ દિલ્હી પોલીસ, ડિસ્ટ્રિક્ટ સ્ટાફ, સ્પેશિયલ સેલ, દિલ્હી ફાયર સર્વિસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે સ્થળ અથવા નજીકથી આગ કે વિસ્ફોટના કોઈ સંકેત નથી. બોમ્બ ડિટેક્શન ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી.
તાજેતરમાં જ ઈઝરાયલના રાજદૂતને ધમકી મળી હતી
તાજેતરમાં જ ઈઝરાયલ એમ્બેસીના રાજદૂતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ પછી ગૃહ મંત્રાલયના આદેશ પર ઇઝરાયલ દૂતાવાસ અને રાજદૂતની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ગુપ્તચર વિભાગના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે સુરક્ષા વધારવાના આદેશ આપ્યા હતા. રાજદૂતને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.