શોધખોળ કરો

લોકડાઉનમાં ફરવા નીકળ્યો નક્લી IAS, પોલીસને ધમકાવતા આ રીતે ઉઘાડી પડી ગઈ પોલ, જાણો વિગતે

આરોપીની ઓળખ 29 વર્ષીય આદિત્ય ગુપ્તા તરીકે થઈ છે. જે કેશવપુરમનો રહેવાસી છે. તેના પિતા કોન્ટ્રાક્ટર છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ વધારે ફેલાતો અટકે તે માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો આજે 20મો દિવસ છે. દેશમાં પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. આ દરમિયાન પોલીસ સાથે રકઝક થતી હોવાની ઘણી ઘટના પણ સામે આવી છે. આ દરમિયાન એક આરોપી લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ રીતે વાહન હંકારી રહ્યો હતો. જ્યારે પોલીસે તેને રોક્યો ત્યારે ખોટો રુઆબ બતાવવા લાગ્યો. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ગાડીમાં દિલ્હી પોલીસનો લોગો હતો. જ્યારે કાર સવારને બેરિકેડ પર રોકવામાં આવ્યો ત્યારે ગુસ્સામાંથી બહાર આવ્યો અને પોલીસને ધમકાવવા લાગ્યો. આરોપીએ રૂઆબ છાંટતા ખુદને ગૃહ મંત્રાલયમાં સીનિયર IAS ગણાવ્યો અને પોલીસકર્મીને કહ્યું, “મારી ગાડી ચેક કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ.” તેની ધમકીથી પોલીસ સ્ટાફ ડરી ગયો જે બાદ કેશવપુરમના એસએચઓ પણ ત્યાં પહોંચ્યા. જેમણે ધમકી આપી રહેલા વ્યક્તિ પાસેથી આઈ કાર્ડ માંગ્યું તો તેણે ગૃહ મંત્રાલય લખેલી એક ફાઈલ બતાવી. આરોપી એમ પણ જણાવ્યું કે હું 2009ની બેંચનો આઈએએસ ઓફિસર છું. તેણે અનેક આઈએએફ ઓફિસરના નામ પણ જણાવ્યા પરંતુ જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની પોલ ખૂલી ગઈ. આ વ્યક્તિની ગાડીની આગળ અને પાછળ ભારત સરકાર લખેલું હતું. પોલીસે તરત મામલાને ગંભીરતાથી લઈ આરોપી સામે કેસ દાખલ કરી તેની ધરપકડ કરી અને ગાડી પણ જપ્ત કરી લીધી. આરોપીની ઓળખ 29 વર્ષીય આદિત્ય ગુપ્તા તરીકે થઈ છે. જે કેશવપુરમનો રહેવાસી છે. તેના પિતા કોન્ટ્રાક્ટર છે. પોલીસના કહેવા મુજબ લોકડાઉન દરમિયાન માત્ર સિન સપાટા માટે તે નકલી આઈએએસ બની ગયો હતો. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

સીમાંકન બિલ પર વિપક્ષનો હલ્લાબોલ, ખડગે બોલ્યા- લોકશાહી માટે ખતરો છે સરકારનો 850 પાર પ્લાન

PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી
Vadodara Gotri Medical College News: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગ કેસ મામલે મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Embed widget