શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેરળઃ સચિવાલયમાં લાગી આગ, કોંગ્રેસે કહ્યું- ગોલ્ડ સ્મગલિંગ કેસની મહત્વની ફાઈલો સળગી ગઈ
કેરળના વિપક્ષ નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું, સોનાની તસ્કરી કેસ સાથે જોડાયેલી અનેક મહત્વની ફાઈલો આગમાં નાશ પામી છે. કોઈ બેકઅપ ઉપલબ્ધ નથી.
તિરુવનંતપુરમઃ કેરળ સચિવાલયના ઉત્તર બ્લોક સ્થિત પ્રોટોકોલ વિભાગમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડે પહોંચીને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગ્યાના ઘટના બાદ કોંગ્રેસે દાવો કર્યો કે, ગોલ્ડ સ્મગલિંગ કેસ સાથે જોડાયેલી મહત્વની ફાઈલો સળગી ગઈ છે. આ માટે મુખ્યમંત્રી જવાબદાર છે.
કેરળના વિપક્ષ નેતા રમેશ ચેન્નિથલાએ કહ્યું, સોનાની તસ્કરી કેસ સાથે જોડાયેલી અનેક મહત્વની ફાઈલો આગમાં નાશ પામી છે. કોઈ બેકઅપ ઉપલબ્ધ નથી. આ એક શંકાસ્પદ મામલો છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયન આ માટે જવાબદાર છે.
સચિવ પી હનીએ કહ્યું કે, એક કમ્પ્યૂટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની શંકા છે. કોઈ મહત્વપૂર્ણ ફાઈલ નાશ નથી પામી. તમામ સુરક્ષિત છે. દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion