શોધખોળ કરો
Advertisement
નવી મુંબઇમાં ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, અત્યાર સુધી 5 લોકોના મોત
આગ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ લાગી હતી, હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ચૂકી છે અને ફાયર ફાઇટરોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે
મુંબઇઃ મહારાષ્ટ્રમાં નવી મુંબઇના ઉરણ વિસ્તારમાં આવેલી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કૉર્પોરેશન (ONGC) પ્લાન્ટમાં ભીષણ આગ લાગી ગઇ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યાં છે. વળી કેટલાય લોકો ઘાયલ થયા છે.
માહિતી પ્રમાણે, આગ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ લાગી હતી, હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ચૂકી છે અને ફાયર ફાઇટરોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. હાલ આગ હોલવવાની કામગીરી ચાલી રહી છે.
આગ લાગ્યા બાદ ONGCએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આજે સવારે ONGCના ઓઇલ પ્લાન્ટના સ્ટૉર્મ વૉટર ડ્રેનેજમાં આગ લાગી ગઇ, ફાયર બ્રિગેડ અને આપાતકાલ ટીમે તરતજ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેલ પ્લાન્ટમાં આગની કોઇ અસર નથી થઇ, ગેસ હજીરા પ્લાન્ટમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે અને સ્થિતિનુ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.’ONGC: A fire broke out in storm water drainage, today morning in Uran oil & gas processing plant. ONGC fire services & crisis management team immediately pressed into action. Fire is being contained. No impact on Oil processing. Gas diverted to Hazira Plant. #Maharashtra https://t.co/co3OoHhOjP
— ANI (@ANI) September 3, 2019
A fire broke out in storm water drainage early morning 2day in Uran oil & gas processing plant.ONGC fire services & crisis managemnt team immediately pressed in2 action. Fire is being contained. No impact on Oil processing.Gas diverted to Hazira Plant. Situation is being assessed
— ONGC (@ONGC_) September 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement