શોધખોળ કરો
Advertisement
ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત બની આ ઘટના, કોચમાં લાગેલા CCTVથી પકડાયો ચોર, જાણો વિગત
કાલકા શતાબ્દી એક્સપ્રેસમાં મોબાઇલ ચોરી થયો હોવાની એક મહિલાએ બુધવારે ફરિયાદ કરી હતી. આરોપીને રેલવે સ્ટેશનના પાવર કેબિન પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ રાજધાની-શતાબ્દી ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવવાના સકારાત્મક પરિણામ હવે દેખાવા લાગ્યા છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કાલકા શતાબ્દી એક્સપ્રેસમાં પ્રથમ વખત સીસીટીવી કેમેરાથી બે મોબાઇલ ચોર પકડાયા હતા. આરપીએફે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી બે લાખ રૂપિયાના અન્ય મોબાઇલ જપ્ત કર્યા છે.
કાલકા શતાબ્દી એક્સપ્રેસમાં મોબાઇલ ચોરી થયો હોવાની એક મહિલાએ બુધવારે ફરિયાદ કરી હતી. આરોપીને રેલવે સ્ટેશનના પાવર કેબિન પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા. તેમના નામ સુનીત ઉર્ફે સાગર અને ભાનુ પ્રતાપ છે. ટ્રેન કોચમાં સીસીટીવી લગાવ્યા બાદ ચોરોને પકડવામાં આવ્યા હોવાની પ્રથમ ઘટના છે.
ભારતીય રેલવેએ થોડા સમય પહેલા જ ટ્રેનમાં સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત કરી છે. સૌથી પહેલા રાજધાની અને શતાબ્દી ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. 19 જૂને નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલી કાલકા શતાબ્દીના કોચ નંબર C-4માંથી એક મહિલા યાત્રીનો મોંઘો મોબાઇલ ગાયબ થયો હતો. જેની તેણે નવી દિલ્હી રેલવે પોલીસને ઈ-એફઆઈઆર નોંધાવી હતી.
જે બાદ રેલવે સુરક્ષા દળોને આ મામલાની જાણકારી મળી તો આરપીએફે કોચમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી તો એક યુવક મોબાઇલ ચોરી કરતો નજરે પડ્યો હતો. જે બાદ તેની શોધખોળ કરવામાં આવતા તે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પાવર કેબિન પાસે ફરતો નજરે પડ્યો હતો. જ્યાંથી પોલીસે તેને પકડી લીધો હતો.
અફઘાનિસ્તાનના અપસેટથી સહેજમાં બચી ટીમ ઈન્ડિયા, આ રહ્યા મેચના ટર્નિંગ પોઇન્ટ, જાણો વિગત
મધ્યપ્રદેશઃ નીમચ જેલમાંથી 4 કેદી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ
વર્લ્ડકપઃ અફઘાનિસ્તાનને હરાવવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ બનાવ્યા આ રેકોર્ડ, જાણો વિગત
શમીએ સર્જયો ઈતિહાસ, ઝહીર-શ્રીનાથ જેવા દિગ્ગજ બોલરો પણ નથી બનાવી શક્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, ધારી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion