શોધખોળ કરો

સ્ટીવ વૉએ જોડિયા ભાઈ માર્ક વૉ સાથેના સંબંધને લઈ કર્યો ખુલાસો, કહી આ મોટી વાત

સ્ટીવ વૉએ જણાવ્યું કે, અમે શરૂઆતથી જ સાથે રહ્યા. એક જ ક્લાસમાં હતા. એક જ બેડરૂમમાં 16 વર્ષ સુધી રહ્યા.

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉ અને તેના જોડિયા ભાઈ માર્ક વૉની ગણના ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેનોમાં થાય છે. આ બંને ખેલાડીઓ વર્ષો સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ પર રાજ કર્યુ હતું. 1990 થી 2000 દરમિયાન આ બંને દિગ્ગજોની પરસ્પર તુલના થતી હતી. માર્ક વૉ સાથે સંબંધને લઈ સ્ટીવ વૉએ ખૂલીને વાત કરી હતી. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ આથરટન સાથે સ્કાઇ સ્પોર્ટ પર વાતચીત દરમિયાન સ્ટીવ વૉએ જણાવ્યું કે, અમે શરૂઆતથી જ સાથે રહ્યા. એક જ ક્લાસમાં હતા. એક જ બેડરૂમમાં 16 વર્ષ સુધી રહ્યા. અમે એક જ ટીમમાં હતા અને એક પ્રકારના કપડા પહેરતા હતા. અમારા બંનેમાં ઘણી સમાનતા હતી તેથી તુલના થાય તે સ્વાભાવિક હતી. તેણે આગળ કહ્યું, અમે બંને ભાઈઓ રમતમાં સારુ કરતા હતા. અમે બંનેએ રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદદર્શન કર્યું. અમે બંને એકબીજાનો આદર કરતા હતા. હું હંમેશા ઈચ્છતો કે માર્ક વધારે સારું પ્રદર્શન કરે. જ્યારે તે ટેસ્ટ ટીમમાં નહોતો ત્યારે હું મેદાન પર કઈંક ખોવાઈ ગયું હોય તેમ અનુભવતો હતો. અનેક રીતે અમારી વચ્ચે શાનદાર સંબંધ હતો. ભલે અમે બંને પરસ્પર ઓછી વાત કરતા હોઈએ પરંતુ જ્યારે મળીએ છીએ ત્યારે ઘણી ખુશી થાય છે. ઓસ્ટ્રેલિયા તરફથી 168 ટેસ્ટ રમનારા સ્ટીવે 50.59ની સરેરાશથથી 10,927 રન બનાવ્યા છે. જેમાં 32 સદી પણ સામેલ છે. જ્યારે વન ડે ક્રિકેટમાં સ્ટીવના નામે 7,569 રન છે. માર્ક વૉએ 128 ટેસ્ટમાં 8,029 રન બનાવ્યા છે. માર્કના નામે ટેસ્ટમાં 59 વિકેટ પણ છે. જ્યારે વન ડેમાં તેણે 8,500 રન બનાવવાની સાથે 85 વિકેટ પણ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget