શોધખોળ કરો

રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખ અને ચાંદી 2.53 લાખે પહોંચી, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?

અમેરિકા-ઈરાન ટેન્શન અને ગ્લોબલ માર્કેટના સપોર્ટથી સોના-ચાંદીએ 5 મહિનાની ટોચ વટાવી; આજ રાતની જાહેરાતો નક્કી કરશે બજારની નવી ચાલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોનું ₹1.64 લાખ, ચાંદી 4 મહિનાની ટોચે પહોંચી.
  • અમેરિકા-ઈરાન તણાવ, ડોલર નબળો પડતા ભાવ વધ્યા.
  • વૈશ્વિક બજારમાં સોનું 5%, ચાંદી 7% વધ્યા સપ્તાહે.
  • ઇરાન પ્રતિબંધો, મોંઘવારીના ડેટા પર ભાવ નિર્ભર.

gold price forecast: જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો બજારની આ સ્થિતિ પર થોડું ધ્યાન આપવા જેવો સમય આવી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના ટેન્શન અને ગ્લોબલ માર્કેટના મજબૂત સપોર્ટથી સોના-ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે. 24 ઓગસ્ટના રોજ દિલ્હીમાં સોનાનો ભાવ 1.64 લાખ રૂપિયા (પ્રતિ 10 ગ્રામ) પાર કરી ગયો છે, અને ચાંદી પણ 4 મહિનાની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે.

આજે ભાવમાં કેટલો ઉછાળો આવ્યો?

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના ડેટા પર નજર કરીએ તો, 99.9% શુદ્ધતા ધરાવતું સોનું 900 રૂપિયા વધીને 1,64,400 રૂપિયા (બધા ટેક્સ સાથે) પર પહોંચી ગયું છે. શુક્રવારે આ ભાવ 1,63,500 રૂપિયા હતો. છેલ્લે 9 માર્ચના રોજ સોનાએ 1,64,300 નો આ જાદુઈ આંકડો સ્પર્શ કર્યો હતો.

બીજી તરફ, ચાંદી પણ જબરદસ્ત ચમકી રહી છે. સતત ત્રીજા દિવસે ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને તે 3,500 રૂપિયા વધીને 2,53,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. 17 એપ્રિલ પછી પહેલીવાર ચાંદીએ આ લેવલ બતાવ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારની શું છે સ્થિતિ?

ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો, સોનું 1.14% (એટલે કે 53 ડોલર) વધીને 4,733.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે મે મહિના પછીનું સૌથી હાઈ લેવલ છે. છેલ્લા એક જ અઠવાડિયામાં સોનામાં 5% અને ચાંદીમાં 7% નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ચાંદી અત્યારે 69 ડોલર પ્રતિ ઔંસની આસપાસ રમી રહી છે.

ભાવ કેમ આટલી રોકેટ ગતિએ વધી રહ્યા છે?

જિયો-પોલિટિકલ ટેન્શન: લેમન માર્કેટ્સના રિસર્ચ હેડ ગૌરવ ગર્ગના કહેવા મુજબ, આ તેજી પાછળ મુખ્યત્વે અમેરિકા-ઈરાન વચ્ચેનું ટેન્શન અને સુરક્ષિત રોકાણ (સેફ-હેવન) તરીકે સોનાની વધતી ડિમાન્ડ જવાબદાર છે.

અમેરિકાના આર્થિક ફેરફારો: કોટક સિક્યોરિટીઝના AVP કાયનાત ચૈનવાલા જણાવે છે કે, આ માત્ર ટેન્શનની અસર નથી. અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. તેને પહોંચી વળવા યુએસ ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે લાંબા ગાળાના દેવા અને ઉધાર ખર્ચ ઘટાડવા એક નવી યોજના રજૂ કરી છે. જેના કારણે બોન્ડ યીલ્ડમાં મોટો ઘટાડો આવ્યો છે અને ડોલર નબળો પડીને બે મહિનાના સૌથી નીચલા સ્તરે (98.5) ગગડી ગયો છે.

આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવ આસમાને! સોનું ₹7,960 અને ચાંદી ₹10,000 મોંઘી થઈ, જુઓ લેટેસ્ટ રેટ

હવે આગળ શું થશે?

એક્સપર્ટ્સનું માનવું છે કે સોનાની આગામી ચાલ હવે માત્ર ભૂ-રાજકીય ટેન્શન પર નહીં, પણ મોંઘવારીના ડેટા પર નિર્ભર રહેશે. માર્કેટની નજર આ અઠવાડિયે આવનારા 'યુએસ કોર PCE ડેટા' અને જેક્સન હોલ ખાતેના કેવિન વોર્શના ભાષણ પર ટકેલી છે.

પરંતુ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આજ રાત્રે ઈરાન પરના પ્રતિબંધો અંગે થનારી જાહેરાત હશે. જો ઈરાન પર આકરા પ્રતિબંધો લાગશે, તો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે અને ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારવા મજબૂર થશે, જેનાથી સોનાની તેજીને બ્રેક લાગી શકે છે. પણ જો પ્રતિબંધો હળવા રહેશે અને મોંઘવારીનો ડેટા નરમ આવશે, તો આ અઠવાડિયે સોના-ચાંદીમાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ 20 દિવસમાં ચાંદી ₹32,000 મોંઘી થઈ! સોનું પણ ₹1.62 લાખને પાર, જાણો ભાવ વધવાનું કારણ

Frequently Asked Questions

દિલ્હીમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઉછાળો આવ્યો છે?

24 ઓગસ્ટે દિલ્હીમાં 99.9% શુદ્ધતાવાળું સોનું 900 રૂપિયા વધીને 1,64,400 રૂપિયા (પ્રતિ 10 ગ્રામ) પર પહોંચી ગયું છે. ચાંદી પણ 3,500 રૂપિયા વધીને 2,53,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે.

સોના-ચાંદીના ભાવમાં આટલી ઝડપી વૃદ્ધિના મુખ્ય કારણો શું છે?

આ વધારા પાછળ અમેરિકા-ઈરાન વચ્ચેનું ટેન્શન, સુરક્ષિત રોકાણ તરીકે સોનાની વધતી ડિમાન્ડ અને અમેરિકાનું દેવું વધીને ડોલર નબળો પડવો જેવા પરિબળો જવાબદાર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વર્તમાન સ્થિતિ શું છે?

ગ્લોબલ માર્કેટમાં સોનું 1.14% (53 ડોલર) વધીને 4,733.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે મે મહિના પછીનું સૌથી ઊંચું સ્તર છે. ચાંદી પણ 69 ડોલર પ્રતિ ઔંસની આસપાસ છે.

સોનાના ભાવમાં ભવિષ્યમાં શું ફેરફાર જોવા મળી શકે છે?

સોનાની આગામી ચાલ ભૂ-રાજકીય ટેન્શન અને મોંઘવારીના ડેટા પર નિર્ભર રહેશે. ઈરાન પરના પ્રતિબંધો અને યુએસ કોર PCE ડેટા જેવા પરિબળો ભાવને અસર કરશે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
BJP-Akali Dal alliance: પંજાબમાં BJP અને અકાલી દળ ફરી એક સાથે! ગઠબંધન પર PM મોદીએ શું કહ્યું?
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
પંજાબના રાજકારણમાં મોટા સમાચાર, આજે અકાલી દળ અને ભાજપના ગઠબંધનની થશે જાહેરાત
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ
પહલગામ આતંકી હુમલા પહેલા, ચીની સેટેલાઇટે 37 વખત ઓર્બિટમાં કર્યો હતો ફેરફાર: રિપોર્ટ

વિડિઓઝ

Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો
પાટીદાર-ચૌધરી એકતાની હાંકલ પર પાટીદારના નેતાઓએ શું આપી પ્રતિક્રિયા
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
Embed widget