શોધખોળ કરો

4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ

કેન્દ્ર સરકારે ક્લોરફેનિરામાઈન મેલિએટ અને ફિનાઈલએફ્રિન હાઈડ્રોક્લોરાઈડ ધરાવતા FDC ના ઉપયોગ પર નવી શરતો લાગુ કરી છે. 4 વર્ષથી નાના બાળકો માટે આ દવાઓનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેન્દ્ર સરકારે અમુક દવા સંયોજનો પર નવી શરતો મૂકી.
  • ચાર વર્ષથી નાના બાળકો માટે દવાઓ પ્રતિબંધિત કરાઈ છે.
  • ઉત્પાદકોએ લેબલ પર ચેતવણી સ્પષ્ટપણે લખવી ફરજિયાત છે.
  • જાહેર સ્વાસ્થ્ય અને નિષ્ણાત ભલામણોને કારણે નિર્ણય લેવાયો.

Central Government Order: નાના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કેટલાક ખાસ દવાના સંયોજનો (ડ્રગ કોમ્બિનેશન) ને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે ક્લોરફેનિરામાઈન મેલિએટ (Chlorpheniramine Maleate) અને ફિનાઈલએફ્રિન હાઈડ્રોક્લોરાઈડ (Phenylephrine Hydrochloride) ધરાવતા તમામ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર નવી શરતો લાગુ કરી દીધી છે.

 

સરકાર દ્વારા શનિવારે (22 ઓગસ્ટ 2026) આપવામાં આવેલી માહિતી મુજબ, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ દવાના સંયોજનોનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કરવામાં આવશે નહીં. હવે આ દવાઓના લેબલ, પેકેજિંગ પર રહેલી માહિતી અને પ્રચાર સામગ્રીમાં આ ચેતવણી સ્પષ્ટપણે લખવી ફરજિયાત રહેશે.

આ પણ વાંચો...નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

નવા આદેશ હેઠળ નિયમ લાગુ

કેન્દ્ર સરકારે આ પહેલા 15 એપ્રિલ 2025 ના રોજ પણ આ બંને દવાના તત્વો ધરાવતા કેટલાક ચોક્કસ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન પર આ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો હતો. હવે નવા આદેશ હેઠળ આ નિયમ એવા તમામ ફોર્મ્યુલેશન પર લાગુ કરી દેવામાં આવ્યો છે, જેમાં ક્લોરફેનિરામાઈન મેલિએટ અને ફિનાઈલએફ્રિન હાઈડ્રોક્લોરાઈડ બંને હાજર છે.

જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

આ નિર્ણય નિષ્ણાત સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ (DTAB) ની ભલામણો પછી લેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ દવાના સંયોજનોનો ઉપયોગ ચાર વર્ષથી નાની વયના બાળકો માટે જોખમ ઊભું કરી શકે છે. સાથે જ, બાળકો માટે અન્ય સલામત વિકલ્પો પણ ઉપલબ્ધ છે. માતા-પિતાએ પણ નાના બાળકોને શરદી-ઉધરસ કે અન્ય સમસ્યા થાય ત્યારે પોતાની મેળે આવી દવાઓ આપવાથી બચવું જોઈએ.

સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાની દવાઓના લેબલ, પેકેજ ઈન્સર્ટ અને પ્રચાર સામગ્રી પર સ્પષ્ટપણે લખે કે આ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશનનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કરવો જોઈએ નહીં. આ નોટિફિકેશન ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની કલમ 26A હેઠળ જનહિત અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જારી કરવામાં આવ્યું છે.                                           

Frequently Asked Questions

કેન્દ્ર સરકારે કઈ દવાઓના ઉપયોગ અંગે મોટો નિર્ણય લીધો છે?

સરકારે ક્લોરફેનિરામાઈન મેલિએટ અને ફિનાઈલએફ્રિન હાઈડ્રોક્લોરાઈડ ધરાવતા ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર નવી શરતો લાગુ કરી છે.

આ દવાઓના સંયોજનોનો ઉપયોગ કયા વયજૂથના બાળકોમાં પ્રતિબંધિત છે?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ દવાના સંયોજનોનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કરવામાં આવશે નહીં. આ ચેતવણી દવાના લેબલ પર ફરજિયાત રહેશે.

સરકારે આ દવાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય શા માટે લીધો છે?

આ નિર્ણય નિષ્ણાત સમિતિની ભલામણો પછી લેવાયો છે. સરકારનું કહેવું છે કે આ દવાઓ નાના બાળકો માટે જોખમ ઊભું કરી શકે છે અને સલામત વિકલ્પો ઉપલબ્ધ છે.

નવા આદેશ હેઠળ કઈ દવાઓનો સમાવેશ થાય છે?

અગાઉ ચોક્કસ FDC પર પ્રતિબંધ હતો. હવે ક્લોરફેનિરામાઈન મેલિએટ અને ફિનાઈલએફ્રિન હાઈડ્રોક્લોરાઈડ બંને હોય તેવા તમામ ફોર્મ્યુલેશન પર આ નિયમ લાગુ પડે છે.

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Embed widget