શોધખોળ કરો

વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર

Driving License:  હવે દેશભરના કરોડો ડ્રાઈવરો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટીનો સમયગાળો વધારવા પર વિચાર કરી રહી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડ્રાઇવિંગ લાઈસન્સની માન્યતા 50 વર્ષની ઉંમર સુધી વધારવાનો પ્રસ્તાવ.
  • હાલ 20 વર્ષની માન્યતા, રિન્યુઅલ પ્રક્રિયા સરળ બનશે.
  • વાહન ટ્રાન્સફર, પરમિટ સેવાઓ પણ સંપૂર્ણપણે ઓનલાઈન કરાશે.
  • ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર 'નેગેટિવ પોઈન્ટ્સ', લાઈસન્સ રદ થશે.

Driving License:  હવે દેશભરના કરોડો ડ્રાઈવરો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટીનો સમયગાળો વધારવા પર વિચાર કરી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, આવી સ્થિતિમાં જો સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવે છે, તો ડ્રાઇવિંગ લાઇસન્સ હવે 20 વર્ષની જગ્યાએ 50 વર્ષની વય સુધી માન્ય રહી શકશે. સરકારના આ નવા પ્રસ્તાવનો હેતુ લોકોને વારંવાર લાઇસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાંથી રાહત આપવાનો અને પરિવહન સેવાઓને વધુ સરળ અને ડિજિટલ બનાવવાનો છે.

ડ્રાઇવિંગ લાઈસન્સ પર સરકારનો નવો પ્રસ્તાવ

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટી વર્તમાન 20 વર્ષથી વધારીને 50 વર્ષ કરવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે. જો કે હજુ આખરી નિર્ણય લેવાયો નથી અને ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે. નોંધનીય છે કે હાલના નિયમો હેઠળ ડ્રાઈવિંગ લાઈસન્સ 20 વર્ષ સુધી માન્ય રહે છે. આ પછી લાઇસન્સ ધારકોએ લાઈસન્સ રિન્યુ કરાવવું પડે છે અને ઘણા કિસ્સામાં મેડિકલ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજો જમા કરાવવા પડે છે.

જો સરકારની આ નવી દરખાસ્ત લાગુ કરવામાં આવશે તો કરોડો લોકોને પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે RTOમાં વારંવાર જવાની જરૂર નહીં પડે. સરકારનું માનવું છે કે આનાથી નાગરિકો માટે પ્રક્રિયા સરળ બનશે અને સમયની પણ બચત થશે.

વાહન ટ્રાન્સફર અને પરમિટ સેવાઓ ઓનલાઈન હશે

સરકાર માત્ર લાઈસન્સના નિયમોમાં ફેરફાર કરવા પુરતી સીમિત રહેવા માંગતી નથી. મંત્રાલય વાહન માલિકી ટ્રાન્સફર અને પરમિટ રિન્યુઅલ જેવી સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે. આનાથી લોકોને કાગળની કામગીરી અને આરટીઓ ઓફિસોમાં લાંબી કતારોમાંથી રાહત મળી શકે છે. સૂચિત સિસ્ટમમાં લાઈસન્સ, પરમિટ અને અન્ય સેવાઓ સંબંધિત ફી ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવશે.

ડ્રાઇવિંગ લાઈસન્સની સાથે સરકાર રોડ સેફ્ટીને મજબૂત કરવા માટે નવી સિસ્ટમ પર પણ વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરોને "નેગેટિવ પોઈન્ટ્સ" આપી શકાય છે. જો ડ્રાઇવર વિરુદ્ધ વારંવાર ઉલ્લંઘન નોંધવામાં આવે છે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ થઈ શકે છે.           

Frequently Asked Questions

ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટીમાં શું ફેરફાર પ્રસ્તાવિત છે?

કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઈસન્સની વેલિડિટી 20 વર્ષથી વધારીને 50 વર્ષની ઉંમર સુધી કરવાની દરખાસ્ત પર વિચાર કરી રહી છે. આનાથી વારંવાર રિન્યુઅલની પ્રક્રિયામાંથી રાહત મળશે.

શું ડ્રાઇવિંગ લાઈસન્સની નવી વેલિડિટી લાગુ થઈ ગઈ છે?

ના, આ દરખાસ્ત હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેના પર વિચારણા ચાલી રહી છે. હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.

આ પ્રસ્તાવથી ડ્રાઇવરોને શું ફાયદો થશે?

જો આ પ્રસ્તાવ લાગુ પડશે, તો કરોડો લોકોને પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) માં વારંવાર જવાની જરૂર નહીં પડે. તેનાથી સમય અને પ્રક્રિયા બંને સરળ બનશે.

લાઈસન્સ સિવાય અન્ય કઈ પરિવહન સેવાઓ ઓનલાઈન થશે?

સરકાર વાહન માલિકી ટ્રાન્સફર અને પરમિટ રિન્યુઅલ જેવી સેવાઓને પણ સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવાની દિશામાં કામ કરી રહી છે. ફી પણ ડિજિટલ માધ્યમથી જમા થશે.

રોડ સેફ્ટી માટે સરકાર કઈ નવી સિસ્ટમ લાવવા વિચારી રહી છે?

સરકાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ડ્રાઇવરોને

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Advertisement

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ
કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું
Embed widget