શોધખોળ કરો

દેશના ટોપ 10 કોરોના ‘હોટસ્પોટ’માં ગુજરાતનું કયું શહેર સામેલ થયું? આ શહેરમાં નોંધાયા છે સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવતાં ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 74 પર પહોંચ્યો ગયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવતાં ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 74 પર પહોંચ્યો ગયો છે. જેમાંથી 23 કોવિડ-19ના દર્દીઓ અમદાવાદના છે. આ સાથે જ અમદાવાદ કોવિડ 19ના દેશના ટોપ 10 ‘હોટસ્પોટ’માં સામેલ થઈ ગયું છે. જેમાં નોઈડા, ઉત્તરપ્રદેશનું મેરઠ, રાજસ્થાનનું ભિલવાડા, મહારાષ્ટ્રનું મુંબઈ તેમજ પુણેનો પણ સમાવેશ થાય છે. મંગળવારે ગુજરાતમાં વધુ ચાર કેસ નોંધાયા હતા જેમાંથી એક-એક અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગરના હતા. મંગળવારે કોઈનું મૃત્યુ ન નોંધાતા મોતનો આંકડો 6 પર યથાવત્ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, સૌથી વધારે પોઝિટિવ કેસ તેમજ તેમના સંપર્કમાં આવતાં લોકોના કારણે કેન્દ્ર સરકારે અમદાવાદને એક હોટસ્પોટ તરીકે ઓળખાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પરંતુ સક્રિય રીતે, કોન્ટેક્ટમાં આવેલા વ્યક્તિઓને ઓળખવા અને જરૂરી પગલા લેવા માટે અમે સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં પણ કામ કરી રહ્યા છીએ. આઈસોલેશનના અમલ માટે અમદાવાદ મહાનગરપાલિકા તેમજ એજન્સીઓએ મંગળવારે દાણીલીમડા અને બહેરામપુરા જેવા વિસ્તારોમાં કામગીરી હાથ ધરી હતી. ગુજરાતના આંકડા પર એક નજર કરીએ તો, અમદાવાદ 23 કેસ નોંધાયા છે જ્યારે વડોદરા-ગાંધીનગરમાં 9, રાજકોટમાં 10, સુરતમાં 10, ભાવનગરમાં 6, ગીર-સોમનાથમાં 2, મહેસાણા, કચ્છ અને પોરબંદરમાં 1-1 એક નોંધાયા છે. અમદાવાદમાં 3, ભાવનગરમાં બે અને સુરતમાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે.

ટોપ સ્ટોરી

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
Embed widget